Wednesday, 27 July 2011

મોંના ચાંદા ચપટીમાં જ મટી જશે આ નુસખાથી !




આંખ, કાન, નાક અને મોં એ શરીરના એવા અંગ છે જે માણસની કાર્યક્ષમતાને ગાઢ રીતે પ્રભાવિત કરે છે. આ ચારેયમાં જરાય પણ ગડબડી થાય તો વ્યક્તિનું આખુ કામ રોકાઈ જાય છે. મોં માત્ર બોલવા અને ખાવા-પીવા માટે જ કામ નથી આવતું પણ તે આખા શરીર સાથે ગાઢ રીતે જોડાયેલ છે.

મોંમાં ચાંદા પડી જાય તો વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેને કોઈ કામમાં મન લાગતું નથી અને તે ખાવા-પીવા અને બોલવામાં ઘણી અસુવિધા મહેસૂસ કરે છે.

અહીં અમે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા સાથે જોડાયેલ કેટલાક એવા સરળ ઉપાય બતાવી રહ્યા છીએ જે મોંના ચાંદા માટે અસરકારક અને તરત જ રાહત આપે છે...

સરળ ઉપાયઃ-

-ચમેલીના પાના ચાવો અને મોંમાં બનતી લાળને થૂંકતા જાઓ, ચાંદામાં તાત્કાલિક આરામ મળશે.

-નાની હરડેને ઝીણી વાટીને ચાંદા ઉપર લગાવો, તરત જ લાભ થશે. રાતે ખાધા પછી હરડે ચૂસો.

-બે ગ્રામ સુહાગાનું ચૂર્ણ 15 ગ્રામ ગ્લિસરિનમાં મેળવો. દિવસમાં ત્રણવાર છાલા-ચાંદા ઉપર લગાવો. ફાયદો થશે.

-સાકરને બારિક પીસી લો. તેમાં કપૂર મેળવી જીભ ઉપર ફેરવો. તેમાં મિશ્રી એક ભાગ તથા કપૂર એક ભાગ રાખો.

-ફટકડીના કોગળા કરો.

-તુલસીના પાન ચાવો તો પણ મોંના ચાંદા સારા થઈ જાય છે.

આ સાવધાની રાખોઃ-

-ટમાટક વધુ પ્રમાણમાં ખાવાથી ક્યારેય છાલા પડતાં નથી.

-કબજિયાતને વધુ રહેવા ન દો. પેટને સાફ રાખો.

-મસાલાદાર ભોજનથી દૂર રહેવું.

No comments:

Post a Comment