સામાન્ય રીતે દિવસ દરમ્યાન કાર્ય કર્યા બાદ સાંજ સુધી થાકી જાય છે. એવામાં મગજની અશાંતિ ક્યારેય પીછો નથી છોડતો. તેનો ખોટો પ્રભાવ ઘરના સંબંધો પર પડે છે. તેમાં સંયમિત દિનચર્યાની યોજના બનાવાથી દિવસ દરમ્યાન તેમનું મગજ શાંત રહેશે. પરિવારનો આનંદ પણ તમારા સંબંધોને સુધારી શકે છે.
સ્વસ્થ અને નિરોગી શરીર માટે આવશ્યક છે કે તમે તમારા દિમાગને શાંતિ અને સુકુનનો અનુભવ કરાવો. પરંતુ આજના સમયમાં મગજને શાંતિ મળવું લગભગ અસંભવ છે. તેમ છતા તમે માનસિક તણાવને દૂર કરવાની શક્તિઓનો સંચાર કરી શકો છો.
નીચે પ્રમાણે તમારી લાઇફને એડજસ્ટ કરો
- દિવસની શરૂઆત યોગ, વ્યાયામ અને ધ્યાનથી કરવી.
- પોતાના જીવન સાથી કે પોતાના પતિ સાથે કેટલોક સમય ચોક્કસ પસાર કરવો.
- લાંબા સમય સુધી કાર્ય ન કરવું, થોડી થોડી વારે શરીરને આરામ આપવો.
- કાર્યને સમય પર પૂર્ણ કરવા માટે યોજના બનાવીને કાર્ય કરવું.
- એક સાથે અનેક કાર્યમાં ન ઉલઝાવું, એક એક કાર્ય પૂર્ણ કરવા.
- દરરોજ ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઉંઘ લેવી.
- જમવાનો યોગ્ય સમય નિશ્ચિત કરવો.
- કોઈ પણ પ્રકારની ચિંતા તમને તમારા મિત્રોથી દૂર કરી દેશે, એ માટે સારા મિત્રો સાથે સમય પસાર કરવો.
- શાંત સંગીત મનને પ્રફુલ્લિત કરે છે , થોડો સમય સંગીત માટે પણ ફાળવવો જોઈએ.
No comments:
Post a Comment