Friday, 29 July 2011

રાત્રે નાક બંધ થઇ જાય છે?

 
  શિયાળાનો ઠંડો પવન હોય કે ઉનાળામાં એ.સી.ની હવા, જેવા રાત્રે આડા પડીએ કે તરત જ નાક બંધ થઇ જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે. નેસલ ડ્રોપ નાંખીએ નહીં ત્યાં સુધી નાક ખૂલે નહીં ઘણીવાર તો આખી રાત પડખાં બદલવામાં જ જતી રહે. આવી તકલીફને ‘નેસલ ઓલ્ફટ્રક્શન’ તરીકે ઓળખવામાં આવે છે.

આ તકલીફ ક્યારેક જ થઇ શકે અથવા કાયમી પણ હોઇ શકે. આ તકલીફ કોઇ પણ એક બાજુના નાકમાં અથવા બંને બાજુમાં પણ હોઇ શકે છે. કેટલાક પ્રકારના રોગમાં પણ આ પ્રકારની તકલીફ જોવા મળે છે.

જોકે દરેક વ્યક્તિમાં કોઇ રોગ છે જ તેવું માનવું જરૂરી નથી. ઘણા લોકોમાં જન્મજાત નાકનો પડદો વાંકો હોય, તો મોટી ઉંમરે આ તકલીફ વધી શકે. નાકની અંદર ચરબીની ગાંઠ હોય તો પણ આ તકલીફ થાય. પડવા-વાગવાથી, એક્સિડન્ટ થવાથી ઇજા થાય તો પણ આ તકલીફ થઇ શકે. નાકમાં ઇન્ફેકશન હોય તો પણ નાક બંધ થઇ જાય. એલર્જીની તકલીફમાં, સાયનસના ઇન્ફેકશનમાં કે નાકમાં ગાંઠ હોય તો પણ આ તકલીફ જોવા મળે છે.

આ સિવાય બ્લડપ્રેશરની દવા, હોયપોથાઇરોઇડીઝમ જેવી સ્થિતિમાં પણ નાક વારંવાર બંધ થાય છે. સિગારેટ, તમાકુ, છીંકણી જેવાં વ્યસનો ધરાવતી વ્યક્તિઓમાં પણ નાક બંધ થવાની તકલીફ થાય છે. હોમિયોપથીમાં રોગનું કારણ જાણી, દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિને આધારે દવાનું નિદાન કરવામાં આવે છે.

ઠંડી હવાને કારણે નાક બંધ થઇ જાય ત્યારે હેપાર સલ્ફ અથવા ડલ્કામારા નામની દવા આપવામાં આવે છે. નાક બંધ થાય તેની સાથે બીજી કઇ તકલીફ થાય છે તે જાણવું પણ જરૂરી છે. જેમ કે માથું દુ:ખે, શરદી, ખાંસી, આંખમાંથી પાણી નીકળે, ઉબકા આવે, નસકોરાં બોલે, બોલવામાં તકલીફ પડે વગેરે. આ ચિહ્નોને આધારે પણ અલગ અલગ દવાઓ આપવામાં આવે છે. એસિડ ફ્લોર, એલ્યુમિના, થુજા, લેમનામીનોર, કોસ્ટિકમ, ટÛુક્રીયમ વગેરે દવાઓનો ઉપયોગ ફાયદાકારક સાબિત થયો છે.

ઘરગથ્થુ ઇલાજ રૂપે નાકમાં દિવેલ લગાવવાથી ફાયદો જણાય છે.

No comments:

Post a Comment