આ સમસ્યામાં બે પ્રકારના લાક્ષણિક તબક્કાઓ જોવા મળે છે. ઓબ્સેસનના તબક્કા દરમિયાન વ્યક્તિના મગજમાં અતિવિચિત્ર અને વ્યક્તિ જેને અનુચિત ગણતો હોય તેવા વિચારોનું નિરંતર અતિક્રમણ થતું રહે છે. આ પ્રકારના વિચારો રોજિંદા જીવનની સામાન્ય ચિંતાઓથી તદ્દન ભિન્ન હોય છે જેમ કે ધૂળ કે ઇન્ફેક્શનનો ડર, પરફેક્શનઝિમ અંગે દુરાગ્રહ, યોગ્યરૂપથી કાર્ય પૂર્ણ થતું હોય છતાં કાર્યપૂર્તિની યોગ્યતા અંગે શંકા, અમુક ચોક્કસ પ્રકારના અવાજ, બનાવ કે આંકડા અંગેના સતત વિચાર, કુટુંબીજનોને હાનિ થવાની આશંકા, સતત ગ્લાનિ કે દોષિત હોવાની ભાવના અન્યો તરફથી સાંત્વનાની ઇચ્છાઓ વગેરે જેવા ઓબ્સેસિવ વિચારોથી વિચલિત થઇને વ્યક્તિ પોતે તેના ઉપર અંકુશ મેળવવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ કરુણતા એ હોય છે કે વિચારોની વણથંભી વણઝારથી પોતે વાકેફ હોવા છતાં કાબૂ મેળવી શકતો નથી અને ડર તથા આશંકાનું આવરણ છવાયેલું જ રહે છે.
આ પ્રકારના ઓબ્સેસનથી ઉદ્ભવતી તણાવજનક પરિસ્થિતિના ઇલાજ સ્વરૂપે વ્યક્તિ સતત વ્યસ્ત રહેવાનો આશરો લે છે અને શરૂ થાય છે કમ્પલઝનનો તબક્કો. આ તબક્કામાં વ્યક્તિ અમુક વર્તણૂંકલક્ષી ક્રિયાઓ જેમ કે અમુક ચોક્કસ વસ્તુની વારંવારની તપાસ, આંગળીના વેઢે અમુક આંકડાઓની વારંવાર ગણતરી, ચોક્કસ વસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ, અસામાન્યરૂપથી શારીરિક કે કાર્યસ્થળની સાફસફાઇ, વારંવાર હાથ ધોવા વગેરે ક્રિયાઓ તરફ વળે છે. દિનચર્યાને ખોરવી દેતી આ પ્રકારની કમ્પલઝિવ વર્તણૂંકમાં વ્યક્તિનો મોટાભાગનો સમય વ્યર્થ વહી જતો હોય છે.
ઠઈંની સમસ્યામાં વ્યક્તિની બંધારણીય સારવાર અત્યંત આવશ્યક છે. OCDના કેસમાં ઉપયોગી હોમિયોપેથીક દવાઓ અંતર્ગત આસેર્નિક, નકસવોમિકા, રશટોક્ષ, હાયોસાયમસ, મેડોરિનમ વગેરે માત્ર જાણ અર્થે આપેલ છે જે નિષ્ણાત હોમિયોપેથની સલાહ વિના આપમેળે લેવી હિતાવહ નથી.
No comments:
Post a Comment