
જે આપણે જે જીવનશૈલી જીવી રહ્યા છે તેનાથી આપણા શરીરમાં ઓક્સિડન્ટની માત્રા વધી રહી છે. આ કારણે શરીરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધે છે. જો કે સંશોધકોનું કહેવું છે કે ભારતીય મસાલામાં લવિંગ સૌથી સારા એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરે છે. આ કૃત્રિમ એન્ટિઓક્સિડન્ટ કરતા ઘણું સારું છે.
સ્પેનના ઈલિચી સ્થિત મિગુએલ હેરનાંડેજ યુનિવર્સિટીનાં સંશોધકોનું કહેવું છે કે ભોજનમાં પ્રાકૃતિક એન્ટિ ઓક્સિડન્ટનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારું છે. લવિંગમાં ફેનોલિક યોગિકોનું ઊંચુ સ્તર ઉપલબ્ધ હોય છે. આ એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરે છે. આ એન્ટિઓક્સિડન્ટ દવાઓનો સારો વિકલ્પ બની શકે છે.
No comments:
Post a Comment