Friday, 29 July 2011

કબજિયાતને દૂર કરવાના 2 અસરકારક ઉપાય


 
- સામાન્ય લાગતી પણ ગંભીર બીમારી એટલે કબજિયાત
- અનિયમિત ખાનપાન અને જીવનશૈલીમાં બેદરકારીનું પરિણામ
- સરળ ઉપાયો આપી શકે છે ઉકેલ

અનિયમિત ખાનપાન અને અપ્રાકૃતિક જીવનશૈલીને કારણે આજકાલ નાની મોટી બીમારીઓ તરત જ લાગુ પડી જોઈતી હોય છે. આવી જ એક સમસ્યા છે કબજિયાત. આમ તો પેટને સંબંધિત સમસ્યાઓ બહુ જ સામાન્ય હોય છે પણ આના પરિણામો ઘણા ખરાબ હોઈ શકે છે.

 
કહેવાય છે કે દરેક રોગ કોઈને કોઈ રોગ કે બીમારી કબજિયાત સાથે જોડાયેલી હોય છે. કબજિયાત એટલી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે કે લોકોને તેને હવે અવગણવા લાગ્યા છે પણ તેમને ખબર નથી હોતી કે આ સમસ્યા સતત રહે તો તેના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પેદા થઈ શકે છે.

 
કબજિયાત વ્યક્તિની કાર્યક્ષમતાને ઘટાડી દે છે અને તેના કારણે વ્યક્તિનો વિકાસ પણ અટકી જાય છે. જો કે દરેક સમસ્યાની અંદર જ તેનો ઉકેલ છુપાયેલો હોય છે. સામાન્ય લાગતી આ ગંભીર સમસ્યાનો એક સરળ ઉપાય અમે તમને અહીં જણાવીએ છીએ.

 
- દરરોજ રાત્રે જમ્યા પછી અને સૂવાના એક કલાક પહેલા દૂધ સાથે ઉકાળેલી 11 મોટી સૂકી દ્રાક્ષ (કિસમિસ)ખૂબ ચાવીને ખાવી. તથા તેની સાથે ઉકાળેલું દૂધ પણ પી જવું. સતત થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમને ફાયદો ચોક્કસ દેખાવા લાગશે.

 
- સવારે ઉઠીને 1-2 ગ્લાસ નવસેકું પાણી પીને આંટો મારવા જવાથી પણ કબજિયાતની સમસ્યામાં તત્કાળ ફાયદો થાય છે.

1 comment: