Thursday, 28 July 2011

ફ્લેટ પેટ માટે બસ આટલું કરો



વિશેષજ્ઞોનું કહેવું છે કે ટમી અથવા વજનને ઘટાડવા માટે લો ફેટ ડાયેટ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. સેલિબ્રિટી ટ્રેઈનર રુજૂતા દિવેકર જણાવે છે કે, "મેં ઘણા લોકોને જોયા છે જેઓ ચરબી ઘટાડવા માટે પૂરા પ્રયત્નો કરે છે પણ તેમ છતાં વજન નથી ઘટાડી શકતા કારણે કે તેમને ખરેખરમાં ખ્યાલ નથી હોતો કે તેઓ શું કરી રહ્યા છે. મેદસ્વિતા ચરબીથી નથી પણ સુગર અને કાર્બોહાઈડ્રેટથી વધે છે."

સંતુલિત આહાર: સંતુલિત ખાન-પાન સાથે ઘણા ફિટનેસ એક્સપર્ટ સહમત છે. તેમના માનવા અનુસાર જો તમે ખરેખર ટોન્ડ એબ્સ મેળવવા માંગતા હોવ તો તમારે એબ્ડોમિનલ એક્સરસાઈઝ પર ધ્યાન આપવું જોઈએ. સાથે સંતુલિત આહાર પર ધ્યાન આપો. લો ફેટ ડાયેટને બદલે ફિશ, ચિકન, મીટ, વેજીટેબલ અને નટ્સ વગેરે ખાઈ શકો છો. તમારે એવો આહાર લેવો જે એન્ટિ ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય.

ફાઈબરની માત્રા: ડાયેટિશિયન નિહારિકા જૈન કહે છે કે, સુગર કોઈ પણ સ્વરૂપમાં શરીરને વધુ ફાયદો નથી કરતી. તેના કારણે મિડસેક્શન ઘણો મેદસ્વિ થઈ જાય છે. એક ટીસ્પૂન સુગર તમને 20 કેલરી અને 0 ગ્રામ ફેટ આપે છે. માટે દરરોજ 2-4 ટીસ્પૂન સુગર લેવી જોઈએ. એ પણ જુઓ કે તમને ફાઈબરની માત્રા પૂરી મળે. ખૂબ બધા લીલા શાકભાજી ખાઓ. દરરોજ ઓછામાં ઓછુ 2 લીટર પાણી પીઓ. ખાસ પ્રસંગોએ તમે પેસ્ટ્રી અને કેકનો સ્વાદ પણ માણી શકો છો. આમ કરવાથી ફેટ બર્નિગ પ્રોસેસને પણ મદદ મળે છે. શરીરની ચયાપચયની પ્રક્રિયા વધવાની સાથે તમે પાતળા પણ લાગવા લાગશો.

થોડી કસરત: પોતાને ફિટ રાખવા માટે થોડી કસરત તો જરૂરી છે જ આ જ વાત તમારા પેટને ફિટ રાખવા માટે પણ લાગુ પડે છે. ઈચ્છો તો યોગા પણ કરી શકો છો અથવા તો જીમમાં પણ જઈ શકો છો.

અમુક ટિપ્સ:

- ભોજનને વધુ પકાવીને ન ખાઓ, આ કારણે તેમાં રહેલ પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે. તમારી થાળીમાં અડધાથી વધુ આહાર અડધો પકાવેલો જ હોવો જોઈએ. કાચા શાકભાજીથી તમારું પેટ ભરેલું રહે છે, તમે ઈચ્છો તો સલાડ ખાઈ શકો છો.

- વધુ પડતી ચરબી વાળું નોનવેજ ભોજન ન ખાઓ તો સારુ.

- તમારી એબ્ડોમિનલ વોલ નબળી પડવા લાગે તેવો ખોરાક ન ખાઓ.

No comments:

Post a Comment