લાંબા સમયથી વિજ્ઞાનીઓ સારા સ્વાસ્થ્ય માટે વધુ પાણી પીવાની તરફદારી કરતા હતા. પણ હવે નવા અભ્યાસમાં વધુ પડતાં નૈસિર્ગક પીણાંનું સેવન હકીકતમાં હાનિકારક હોવાનો દાવો કરાયો છે. ગ્લાસગો સ્થિત ડોક્ટર માર્ગારેટ મેકકાર્ટને દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે હાઇડ્રેશન (પાણી નીકળી જવું)નો ભય એક પ્રચલિત વાત છે. જોકે પાણી અનેક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓથી બચાવતું હોવાના દાવા પાછળના કોઈ જ પુરાવા મળ્યા નથી.
ડૉ. મેકકાર્ટનેએ કહ્યું હતું કે લોકોને રોજ છથી આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ તદ્દન વાહિયાત છે. તેમણે દાવો કર્યો હતો કે વધુ પાણી પીવાથી લોકોને લાભ થતો હોવાના કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક પુરાવા નથી અને પાણીની બ્રાન્ડ્સને પ્રોત્સાહન મળે એ માટે સ્થાપિતહિતો ધરાવનારાઓ પાણી પીવાના લાભનો પ્રચાર કરે છે.
‘બ્રિટિશ મેડિકલ જર્નલ’માં લખતા ડૉ. મેકકાર્ટને એમ પણ ટાંકર્યું હતું કે સંશોધનોમાં એ પણ જોવા મળ્યું છે કે તરસ ન છીપાઈ હોય ત્યારે વ્યક્તિનું ધ્યાન વધુ હોય છે. પણ તરસ છીપાતાં તેનું ધ્યાન ઘટી જાય છે. વળી જુદાજુદા પુરાવા પરથી બોટલમાંના પાણીમાં ઇન્ફેકશન ન લાગે તે માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે વધુ પડતું પાણી પીવાથી વ્યક્તિની ઊંઘમાં ખલેલ પહોંચે છે અને તેણે રાત્રે પેશાબ કરવા જવું પડે છે. અન્ય અભ્યાસોમાં વધુ પડતું પાણી કિડનીને લાભ કરવાને બદલે નુકસાન કરતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

No comments:
Post a Comment