
આપ પણ ચુસ્ત બોડી અને દમદાર વ્યક્તિત્વ મેળવવા ઈચ્છો છો? આજકાલ બોલિવૂડમાં પણ આ ટ્રેન્ડ ખૂબ ચાલ્યો છે, દબંગ બાદ હવે સિંઘમનો લુક લોકોને આકર્ષિત કરી રહ્યો છે. શું આપ પણ આવી કસાયેલી બોડી મેળવવા ઈચ્છો છો તો આટલી વાતોનું ધ્યાન જરૂરથી રાખો.
સલમાન ખાન, અજય દેવગણ, રિતીક રોશન, સંજય દત્ત જેવી બોડી મેળવવાં આપ આટલી ટિપ્સ ધ્યાન રાખો આપ પણ મેળવી શકશો સુપર કુલ બોડી
-આવી બોડી મેળવવા શરૂઆત દરરોજ જોગિંગ અને સાયકલિંગથી કરો
-દરરોજ બે કલાક માટે કસરત કરો પુશઅપ્સ અને સિટ અપ્સ ખાસ કરો, આપને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન દરરોજ 1000 પુશઅપ્સ અને 2000 સિટ અપ્સ કરે છે
-સ્વાસ્થ્યપ્રદ અને સંતુલિત આહાર ખાવો, તમારુ ડાયટ પ્લાન કરો કસરત જેટલું જ તમારુ ડાયટ તમારી બોડી બિલ્ડીંગ માટે મહત્વનું છે.
-કસરત બાદ આરામ પણ એટલો જ જરૂરી છે તેથી બોડીમાં એનર્જીનો સંચાર થશે.
-દરરોજ કસરત કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો ક્યાંક ખોટા પોશ્ચરમાં તો કસરત નથી કરી રહ્યાંને નહીં તો મુસિબત થઈ જશે
-બે કસરત વચ્ચે થોડો આરામ લો, જીમ જતાં હોવ તો દરરોજ કાર્ડિયો કરવાની આદત પાડો
No comments:
Post a Comment