Wednesday, 27 July 2011

તુલસીનાં આવા ગુણો જાણીને બોલી ઉઠશો, ખરેખર કમાલ છે




સામાન્ય દેખાનારી તુલસીનાં છોડમાં અનેક દુર્લભ અને કીંમતી ગુણ રહેલાં છે.આવો જાણો તુલસીનાં પૂજનીય છોડ આપણા કયા-કયા કામમાં આવી શકે છે.


- દરરોજ સવારે ખાલી પેટે તુલસીનાં 5 પાન ચાવવાથી બીમાર થવાની સંભાવના ઘણા હદ સુધી ઓછી થઇ જાય છે,કારણ કે તુલસી એ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને ઘણી વધારે છે.


- શરીરનાં વજનને નિયંત્રિત રાખવામાં તુલસી અત્યંત અસરકારક અને ગુણકારી છે.


- આના નિયમિત સેવનથી ભારે વ્યક્તિનું વજન ઘટે છે અને પાતળા વ્યક્તિનું વજન વધે છે એટલે કે તુલસી શરીરનાં વજનને સપ્રમાણ રૂપે નિયંત્રિત કરે છે.


- તુલસીનાં રસનાં અમુક ટીપાંમાં થોડું મીઠું ભેળવીને બેભાન વ્યક્તિનાં નાકમાં નાખવાથી તે તાત્કાલિક ભાનમાં આવી જાય છે.ચા બનાવતી વખતે તેમાં તુલસીનાં 4 થી 5 પત્તાં સાથે ઉકાળીને લેવામાં આવે તો શરદી,તાવ અને માંસપેશીઓનાં દર્દમાં તાત્કાલિક રાહત મળે છે.


- 10 ગ્રામ તુલસીનાં રસને 5 ગ્રામ મધની સાથે સેવન કરવાથી હેડકીઓમાં અને અસ્થમાના રોગી સાજા થઇ શકે છે.


- તુલસીનાં ઉકાળામાં થોડુ સિંધાળુ અને સુંઠ પાવડર ભેળવીને પીવાથી કબજિયાત દુર થાય છે.


- બપોરમાં ભોજન પછી તુલસીનાં પાન ચાવવાથી પાચન શક્તિ મજબુત થાય છે


- 10 ગ્રામ તુલસીનાં રસની સાથે 5 ગ્રામ મધ અને 5 ગ્રામ મરીનાં પાવડરનો સેવન કરવાથી નબળી પાચનશક્તિની સમસ્યા દુર થાય છે.


- દુષિત પાણીમાં તુલસીનાં અમુક તાજાં પત્તાં નાખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.

No comments:

Post a Comment