Wednesday, 27 July 2011

હવે ખુબ પીવો આયુર્વેદિક ચા...નુકસાન નહીં,ફાયદો થશે


અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ચા સ્વાસ્થય માટે બહુ હાનિકારક હોય છે,પરંતુ આ સિક્કાનો એક પાસું છે.હાનિકારક મનાતી ચા તમારા માટે ફાયદાકારક પણ થઇ શકે છે. રીત બદલવાથી પરિણામ પણ બદલાઇ શકે છે.સાચી રીતે બનેલી ચા તમારા માટે ફાયદાકારક થઇ શકે છે.આવો,જાણીએ ગુણોથી ભરપુર એવી લાભદાયક ચા કેવી રીતે બને છે.

આવશ્યક સામ્રગી

તુલસીનાં સુકાં પાન (જેને છાયામાં રાખીને સુકાવવામાં આવે છે) 500 ગ્રામ, તજ 50 ગ્રામ,બ્રાહ્મી 100 ગ્રામ, બનફ શા 25 ગ્રામ,વરિયાળી 250 ગ્રામ,નાની ઇલાયચીનાં દાણાં 150 ગ્રામ,લાલ ચંદન 250 ગ્રામ અને કાળી મરી 25 ગ્રામ.આ દરેક પદાર્થોને એક એક કરી ખાંડણી-દસ્તામાં નાખી વાટી લો.બારીક કરતાં થોડું મોટું રાખી તેને બરણીમાં ભરી લો.બસ,તુલસીની ચા તૈયાર છે.બનાવવાની વિધિઆઠ ગ્લાસ માટે આ 'તુલસી ચા'નાં મિશ્રણ (ચુર્ણ) એક મોટો ચમચો ભરી લેવો. એક તપેલીમાં આઠ ગ્લાસ પાણી લઇ તેને ગરમ કરવા માટે આગ પર રાખી દો.જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે આ તપેલી નીચે ઉતારી તેમાં એક ચમચી ઉપરનું મિશ્રણ નાખીને તરત જ ઢાંકણાથી ઢાંકી દો.થોડી વાર સિઝ્યા બાદ ફરીથી તેને ગાળીને કપમાં ભરી દો.તેમાં દુધ નાખવામાં નથી આવતું.મીઠી ચા જોઇતી હોય તો ઉકાળતી વખતે તેમાં યોગ્ય માત્રામાં ખાંડ નાખી દો અને ઉકળવા દો.

ફાયદા

આ ચા તમારા માટે તાજગી અને સ્ફુર્તિની સાથે જ તંદુરસ્તી પણ મળે છે.તુલસીની ચા પ્રતિરોધક શક્તિ વધારીને રોગોથી બચાવનારી,સ્ફુર્તિદાયક,પાચન શક્તિ વધારનારી રોગોથી અને શરીરને ઊર્જા પ્રદાન કરનારી હોય છે.

1 comment: