Friday, 29 July 2011

માતાની મેદસ્વિતા, બાળકના મગજના વિકાસની બાધા

સ્ત્રીઓના મેદસ્વિતાને કારણે બાળકના માથાના વિકાસને પ્રભાવિત કરે છે. આ શોધ અનુસાર આવી સ્ત્રીઓના બાળકોમાં લોહ તત્વની કમી હોઈ શકે છે જેના કારણે તેમના માથાનો વિકાસ બાધિત થઈ શકે છે.

સંશોધન અનુસાર જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી હોય છે ત્યારે લોહ તત્વ આંતરડા દ્વારા ગર્ભનળીમાં પહોંચે છે. જો કે મેદસ્વિતાને કારણે તેમના શરીરને આંતરડા દ્વારા મળતું જરૂરી લોહતત્વ મળી નથી શકતું અને તેની કમીને કારણે એનિમીયાનો ખતરો વધી જાય છે.

આ અનુસાર ભ્રૂણના વિકાસ માટે લોહતત્વ બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે બાળકના વિકાસ માટે આવશ્યક લોહ તત્વનો 50 ટકા હિસ્સો જન્મ પહેલા જ તેના શરીર દ્વારા પ્રાપ્ત કરી લેવામાં આવે છે.

અમેરિકામાં વિસ્કિનસન મેડિસિન યુનિવર્સિટીના બાળ વિભાગના પ્રોફેસર અને મુખ્ય સંશોધક પામેલા જે ક્લિંગનું કહેવું છે કે "શોધના પરિણામો ઘણા મહત્વપૂર્ણ છે, કારણ કે બાળકમાં લોહતત્વની કમી મગજના વિકાસમાં બાધા સાથે જોડાયેલી છે. આપણે બાળકમાં લોહતત્વની કમીના બધા જ જોખમોને સમજવા જોઈએ."

સંશોધનમાં 281 સ્ત્રીઓના નવજાત બાળકોને સામેલ કરવામાં આવ્યાં હતાં. પ્રસવ પહેલા સ્ત્રીઓનું વજન તપાસવામાં આવ્યું હતું. તેમાં 30થી વધુ સ્ત્રીઓનું વજન વધારે હતું.

No comments:

Post a Comment