
મકાઇમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનઝિ, ઝિંક, કોપર, આયર્ન અને સીલેનિયમ સારા પ્રમાણમાં આવેલું છે. તેમાંથી પોટેશિયમ પણ મળે છે. તેમાં વિટામિન ‘બી’ (થીયામિન, વિટામિન બી-૬, નીયાસીન) સારા પ્રમાણમાં મળે છે.
મકાઇને શેકીને, બાફીને અથવા તેનું શાક બનાવીને ખાવામાં આવે છે. મકાઇમાં ફાઇબર વધુ તેમ જ તેમાં ૭૫ ટકા પાણીનો ભાગ હોવાથી પેટ જલદી ભરાઇ જાય છે. વધુ પડતા મકાઇ પેટમાં વાયુ પેદા કરી પાચનની તકલીફ કરી શકે છે. ઘણી વાર સ્વાદ ઉમેરવા મકાઇમાં વધુ પડતા માખણ અને ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જે વજન વધારી શકે છે.
100 ગ્રામ કોર્નકાર્બોહાઇટ્રેટ - ૯ ગ્રામ, કેલ્શિયમ - ૯ ગ્રામ, પાચક ડાયેટ રેસા - ૨.૭ ગ્રામ, ફેટ - ૧.૨ ગ્રામ, આયર્ન - ૦.૫ ગ્રામ, મેગ્નેશિયમ - ૩૭ ગ્રામ, ફોસ્ફરસ - ૧૨૦ ગ્રામ, પોટેશિયમ - ૨૭૦ ગ્રામ, પ્રોટીન - ૩.૨ ગ્રામ, શર્કરા - ૩.૨ ગ્રામ, વિટામિન એ - ૧૫ ગ્રામ, વિટામિન સી - ૭ ગ્રામ, કેલેરી - ૯૦
મકાઇના ફાયદા -
-મકાઇમાં રહેલાં ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે.
-ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણસર મકાઇ ખાઇ શકે છે.
-ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે, જે પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે, પરંતુ તેનાથી ગેસ, અપચો થતા હોવાથી રાત્રે ન ખાવા.
-તેમાં આવેલું થીયામીન કાર્બોહાઇડ્રેટસનું નિયમન કરે છે.
-તેમાંનું બીટા-ક્રીપટોકઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
-ઇનસોલ્યુએબલ ફાઇબર આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.
બેબી કોર્ન બજારમાં મકાઇના નાના ડોડા મળે છે. તે શાક કે સલાડમાં સ્વાદ ઉમેરે છે. નાના મકાઇ ઓછી ફેટ અને સોડિયમવાળા, કોલેસ્ટરોલ-ફ્રી અને વિટામિન ‘સી’થી ભરપૂર છે.
૧૦૦ ગ્રામ બેબી કોર્નમાં કેલેરી - ૨૬, પ્રોટીન - ૨.૫, કાર્બોહાઇડ્રેટસ - ૩.૧, ફેટ - ૦.૪, ફાઇબર - ૧.૭
મકાઇનો લોટ- મકાઇ સૂક્વીને દળીને તેનો લોટ બનાવવામાં આવે છે. ખૂબ ઝીણો દળવામાં આવે ત્યારે તે કોર્નફ્લોર તરીકે ઓળખાય છે. તે દળાય ત્યારે તેમાંના મહત્વના પોષક તત્વો નાશ પામે છે. તેમાં લીપડ ટ્રાન્સફર પ્રોટીન છે. જેનાથી એલર્જી થઇ શકે છે.
મકાઇનું તેલ- મકાઇમાંથી બનાવવામાં આવતા કોર્ન ઓઇલમાં ૯૯ ટકા ટ્રાઇગ્લીસરાઇÍડ આવેલાં છે. રિસર્ચમાં જાણવા મળે છે કે મકાઇના તેલમાં આવેલું ફાયટોસ્ટરોલ બ્લડ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. કેલરી દરેક તેલ અથવા ઘીમાં લગભગ સરખી જ હોય છે.
No comments:
Post a Comment