Friday, 29 July 2011

ગુલાબનો પરમ શીતળ રસ છે ગુણકારી

 
- ગુલાબનો રસ કડવો, કડછો, મીઠો અને સહેજ તીખો હોય છે. તાસીરે તે પરમ શીતળ છે. પચવામાં તે હલકો, ચીકણો, ત્રિદોષહર, દુર્ગંધનાશક, રંગ સુધારનાર, સોજા મટાડનાર, બુદ્ધિવર્ધક, વાજીકર અને જવરધ્ન છે.

- ગુલાબનો ગુલકંદ પરમ શીતળ છે. કબજિયાત, બળતરા, દૂઝતા હરસ, શરીરમાંથી ગમે ત્યાંથી લોહી પડવું, નસકોરી ફૂટવી, લોહીવા વગેરેમાં ગુલકંદ છુટથી આપી શકાય. લોહીનો બગાડ અને રક્તવિકારમાં પણ ગુલકંદ સારો છે.

- આંખોના રોગોમાં અથવા આંખોનું તેજ વધારવા ગુલાબજળનાં ટીપાં આંખમાં પાડવાં.

- તરસ છિપાવવા પીવાના પાણીમાં ગુલાબની પાંખડી મૂકી રાખવી. તેનાથી પાણી સુગંધી બનશે અને તરસ છિપાશે.‘

No comments:

Post a Comment