હાલમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની મોટી શાળાઓની કેન્ટિનમાં ચિપ્સ, બર્ગર, સમોસા, નૂડલ્સ, પાસ્તા અને અન્ય જંક ફૂડ વેચાય છે. આ ફૂડ ખાઈને બાળકોને જીવનશૈલીના વિવિધ રોગો થઈ શકે છે. સમય આવી ગયો છે કે શાળાઓમાં વેચાતા ખાદ્ય પદાર્થોનું પ્રમાણ નક્કી કરવું જોઈએ.
આ સર્વે અસોશિએટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, ચંદીગઢ અને કોલકત્તાની 25 પ્રાઈવેટ શાળાઓના 5000 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમની ખાવાની અને ખોરાકની ઈચ્છાઓની પેટર્નનો અભ્યાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પ્રકારના ફાસ્ટ ફૂડ જ ભાવે છે જેના કારણે તેમનામાં લાઈફસ્ટાઈલ ડિસીઝ થાય છે.
બાળકો અને ફાસ્ટ ફૂડ:
બાળકો શાળાની કેન્ટિનમાંથી આ પ્રકારનો આહાર અઠવાડિયે 4 વાર ખરીદે છે. 80 ટકા માતાપિતાઓને તેમના બાળકો ઘરે બનેલું ભોજન લઈ જાય તે ગમે છે. તેમ છતાં 39 માતા-પિતા તેમના બાળકોને અઠવાડિયે 20-40રૂ. વાપરવા માટે આપે છે. રસપ્રદ વાત તો એ છે તેમના અમુક બાળકો તો દરરોજ લગભગ 50 R કેન્ટિનમાં મળતા ફાસ્ટ ફૂડ પાછળ ખર્ચે છે.
સમસ્યાઓ?
અડધા બાળકોએ જણાવ્યું કે તેઓ ઈંડા, પલ્સ અને નટ્સ અઠવાડિયે માત્ર એક વાર ખાય છે. મોટાભાગના બાળકો દિવસના અંત સુધીમાં થાકી જાય છે. તેઓ માત્ર 10 મિનીટ સુધી જ દોડી શકે છે. બાળકોમાં નાની ઉંમરે વધતી મેદસ્વિતા અને કાર્ડિયો વસ્ક્યુલર ડિસીઝના વધતા પ્રમાણને જોતા આ બાબત પર ગંભીર વિચાર અને પગલાંઓ લેવાની જરૂર છે.
કયા પગલા લેવા જોઈએ?
- શાળાની કેન્ટિનમાં ડેરી પ્રોડક્ટસના વેચાણ પર ભાર આપવો જોઈએ અને 100 ટકા પૌષ્ટિક આહારનો નિયમ રાખવો જોઈએ.
- જે ખોરાકમાં વધુ પડતી સુગર, મીઠું અને ચરબી હોય છે, તેમજ ઈન્સટન્ટ નૂડલ્સ, આઈસ કનફેક્શનરિસ, ઠંડા પીણા, કોફી અને ફિઝી ડ્રિન્ક્સ વગેરેને અવગણવા જોઈએ.
- શાળામાં બ્રે, બાફેલા કે શેકેલા બટાટા, મકાઈ, બિન્સ, ખજૂર, મફિન્સ અને બિસ્કિટ્સ, ફળ, શાકભાજી, સોયા મિલ્ક, ડેરી પ્રોડક્ટસ, યોગર્ટ અને ચીઝ, ઈંડા, જામ, વગેરે વસ્તુઓ વેચાવી જોઈએ.
- આ ઉપરાંત માતા-પિતાએ બાળકોને ટિફિનમાં ઘરેથી બનાવેલો તાજો નાસ્તો અને ખોરાક આપવો જોઈએ.
- શાળામાં જતી વખતે માત્ર જરૂર પૂરતા જ પૈસા આપવા જોઈએ.
- બાળકોને પૌષ્ટિક આહાર તરફ વાળવાના પૂરતા પ્રયત્નો શાળા સંચાલક અને માતા-પિતાએ મળીને કરવા જોઈએ.

No comments:
Post a Comment