ચિકિત્સાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે મોટાભાગની બીમારીનો ઇલાજ શોધી કાઢ્યો છે.પરંતુ સમસ્યા એ છે કે અંગ્રેજી દવાઓ એક બીમારીને મટાડે છે ત્યાં બીજી બીમારી ઊભી થઇ જાય છે.ઘણીવાર આવી દવાઓની સાઇડઇફેક્ટ પણ હોય છે.
આ માટે તો દાદીમાનાં નુસખા અપનાવવાં વધારે સુરક્ષિત છે.રસોઇ ઘરમાં રાખેલી વસ્તુઓ જેમ કે મસાલા, ખાદ્યાન્ન,ફળ – શાકભાજી, મધ, ઘી તેલ, વગેરે પણ ઔષધિનું કામ કરે છે.આથી તો રસોઇ ઘરને 'ઔષધિનો ભંડાર' કહે છે.આવો,જાણીએ કેટલાક અનુભવેલા નુસખા જે સમય આવવા પર ઘણા અસરકારક છે.
પેટ દર્દ – અજમો,વરિયાળી અને થોડું સિંધાળુ મેળવીને ચુર્ણ બનાવીને ખાઓ. આરામ મળશે. પેટદર્દ ગાયબ થઇ જશે.
માથાંનું દર્દ – એક કપમાં દુધમાં વાટેલી ઇલાયચી નાખીને પીવાથી માથાનું દર્દ મટી જાય છે.
દાંતનું દર્દ – એક ચમચી સરસિયાનાં તેલમાં એક ચપટી હળદર અને મીઠું મેળવીને દાંતો પર હલકી માલિશ કરવાથી દાંતનું દર્દ 10 થી 15 મિનિટમાં ઠીક થઇ જાય છે.
ઘુંટણનું દર્દ – અજમાને પાણીમાં ઉકાળીને આ અજમાનાં પાણીને ઘુંટણ પર રેડવાથી ઘુંટણનો દર્દ ઠીક થઇ જાય છે.અજમાનાં પાણીમાં ટુવાલને પલાળી રાખીને હલકો નીચોવીને તેને ઘુંટણ પર રાખીનેગરમ શેક કરવાથી દર્દમાં રાહત મળે છે.
માઇગ્રેન – રાત્રે સુતા પહેલાં નાકમાં ગાયનાં દુધથી બનેલા ઘીનાં બે–બે ટીપાં નાખો.તેના સિવાય માથા પર ગાયનાં ઘીની માલિશ હળવાં હાથે કરો.
No comments:
Post a Comment