એક અમેરિકી અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, દિવસમાં થોડી થોડી વારે કંઈક ખાવા કરતા ત્રણ વખત પેટ ભરીને જમવાથી વધુ ચરબી ઓગળે છે.
ઈન્ડિયાનાની પૂરડ્યુ યુનિવર્સિટિના સંશોધકોએ જણાવ્યું હતું કે સ્થૂળ પુરુષો જે ઓછી કેલોરી અને વધુ પ્રોટિનવાળો ખોરાક દિવસમાં છ વારની સરખામણીએ ત્રણ વારમાં ખાય છે તેમને વધુ સંતોષ મળે છે અને ઓછી ભૂખ લાગે છે.
એવો સામાન્ય ખ્યાલ છે કે થોડા થોડા સમયે વધુ વખત ખાવું સારું છે.
સંશોધકોએ 27 સ્થૂળકાય પુરુષોને વધુ પ્રોટિનવાળો અથવા સામાન્ય પ્રોટિનવાળો ખોરાક 12 અઠવાડિયા સુધી લેવા કહ્યું હતું,
આ પુરષોએ તેમને આપેલો ખોરાક સતત ત્રણ દિવસ સુધી, દર પાંચ કલાકના ગાળે 3 વારમાં ખાધો અથવા દર બે કલાકના ગાળે 6 વારમાં ખાધો હતો. પછીના ત્રણ દિવસ આ પુરુષોને બીજી ડાયેટ પેટર્ન મુજબ ખાવા જણાવાયુ હતું.
જ્યારે સામાન્ય પ્રોટિનવાળા ખોરાક પર નભેલા પુરુષો પર ખાવાના આવર્તનની કોઈ જ અસર નહોતી થઈ, ત્યારે સંશોધકોને જાણવા મળ્યું હતું કે વધુ પ્રોટિન વાળા ખોરાક દિવસમાં ત્રણ વાર લેતા જૂથના પુરુષો સાંજે અને મોડી રાત્રે પણ ભરપેટ હોવાનો અહેસાસ કરતા હતાં.
આ કોઈ એટકિન્સ-સ્ટાઈલ ડાયેટ નથી. આ ડાયેટ મુજબ પણ તમને ફાઈબર, ફળો અને શાકભાજીનો પૂરતો જથ્થો મળી રહે છે.
આ અભ્યાસ ઓબેસિટી જર્નલમાં પ્રકાશિત થયેલ છે.

No comments:
Post a Comment