બગાસા આવવા, થાક અનુભવવો કે પછી કામ કરવાનુ મન જ નથી થતુ? આવુ આપણી સાથે પણ થતુ હોય છે ઘણા દિવસો એવા પણ હોય છે જ્યારે આગળની રાત્રે 8 કલાકની પૂરી ઊંઘ લીધી હોવા છતા પણ તમને ઊંઘ આવતી હોય છે. પણ જો આવુ વારેઘડીએ થતુ હોય તો તમને અનિદ્રાની પરેશાની હોઈ શકે છે. તમે કેટલા કલાક ઊંઘો છો તે મહત્વનુ નથી પણ તમે કેવી ઊંઘ લો છો તે અનિંદ્રાનુ કારણ બની શકે છે. નીચે અમુક ટિપ્સ આપીએ છીએ જેના પરથી જાણી શકાય - 4 જાયફળને વાટીને તેનો ઝીણો પાવડર બનાવો. આ પાવડરને દરરોજ સૂતા પહેલા ખાઈને સૂઓ.
- એક ટિસ્પૂન લીલા ધાણાનો રસ અને મધ ભેળવો. આ મિશ્રણને રોજે પીઓ.
- દૂધમાં મધ મિક્સ કરીને દરરોજ પીઓ. આનાથી અનિદ્રા દૂર થાય છે.
- દરરોજ 3 કપ દહીં પીવાથી જેને રોજ ઊંઘ ન આવતી હોય તો તેના માટે ફાયદાકારક છે.
- ઊંઘની પરેશાનીને દૂર કરવા રોજ કાચી ડુંગળી પણ ખાઈ શકાય છે.
- તલનુ તેલ અને દૂધીના રસને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને એકાંતરે માથામાં લગાડો.
- દૂધીના પાનને શેકીને ખાવામાં શાકભાજી તરીકે લઈ શકાય, આ પણ અનિંદ્રાને ભગાડવાનો સારો ઉપાય છે.
- શારીરિક કસરત કરો અથવા શારીરિક શ્રમ પડે તેવી પ્રવુતિ કરો, ચાલવુ, જોગિંગ કરવી, દોરડા કૂદવા અને તરવુ એ સારી શારીરિક પ્રવૃતિઓ છે.
No comments:
Post a Comment