આજે બદલાતી જીવનશૈલીને કારણે શરીરની સાથે વાળની સમસ્યા પણ દિવસે ને દિવસે વધતી જાય છે.વાળનું ખરવું અને સમયથી પહેલા તેનું સફેદ થવું એ આજના દિવસોમાં ઘણું સામાન્ય બનતુ જઈ રહ્યું છે.
તમામ પ્રયાસો અને દવાઓ શેમ્પુ, કન્ડિશનરનાં ઉપયોગ છતાં પણ વાળનું ખરવાનું અને સફેદ થવાનુ જો અટકે નહી તો તેની પાછળ માત્ર શારીરિક કારણો નહીં પણ માનસિક મુશ્કેલીઓ જેમ કે તણાવ વગેરેની પણ મુખ્ય ભુમિકા હોય છે.
માત્ર દવાઓ જ વાળની સમસ્યા દુર થઇ જતી હોત તો આજે ધનવાન વર્ગનાં લોકોને પણ તેમાંથી છુટકારો મળ્યો હોત,પરંતુ એવું નથી.અસલમાં વાળની સમસ્યાના પાછળ ઘણાં કારણ હોય છે,આમ જોઇએ તો સમસ્યાના મુળને પકડ્યા વગર સમસ્યા ઉકેલ લાવી શકાય નહીં.
આપ પણ આવી સમસ્યાથી પીડાઈ રહ્યાં છો તો આ રહ્યાં આપની આ સમસ્યા દુર કરવાનાં આયુર્વેદિક અને સચોટ ઉપાય જે દરેક સ્થિતિમાં વાળની સમસ્યામાંથી છુટકારો આપી શકે છે
- યોગએ એવી દવા છે જે આપની દરેક મુશ્કેલીઓનો રામબાણ ઈલાજ છે. સફેદ વાળની સમસ્યામાંથી બહાર આવવાં આપ દરરોજ શીર્ષાસન કરી શકો છો. તેનાંથી જરૂર ફાયદો થશે.
- રાતના સુવાના સમયે નિયમિત રૂપથી ત્રિફળા ચુર્ણનું સેવન કરો.
- ભોજનમાં સલાડ અને ફળોનું સેવન અવશ્ય કરો.
- દરરોજ 3થી 4 કિમી સુધી મોર્નિંગ વૉક પર અવશ્ય જાઓ.
- વધારે થી વધારે પાણી પીવો,ચા કૉફી જેવાં કૈફી પદાર્થોથી બને એટલા દૂર રહો.
- તણાવને પોતાના પર હાવી ના થવા દો,ધ્યાન વગેરનો પોતાની દિનચર્યામાં સમાવેશ કરો.
No comments:
Post a Comment