ચહેરા પર ડાઘ-ધબ્બા, ચોમાસામાં ડાઘા,કરચલીઓ અને કોઇપણ પ્રકારના અણગમતા નિશાનથી પરેશાન રહો છો ને! શું આ સમસ્યાઓ તમારા સુંદર અને રૂપાળા ચહેરાના નુરને ઝાંખો પાડે છે?
વધતી ઉંમર,પ્રદુષિત વાતાવરણ,ખોટા ખાન-પાન,અપ્રાકૃતિક જીવનશૈલી એ આ સમસ્યાઓના મુળ કારણ છે.
આપણાં ભાણા- ભોજનમાં પોષક તત્વોની ઉણપને કારણે લોહીમાં વિટામીન્સ,પ્રોટીન્સ અને બીજી ઉણપોનો પણ સામનો કરવો પડી શકે છે.
આકરો તડકાના કારણે અથવા ચહેરા માટે વાપરતી જુદી જુદી ક્રીમને કારણે પણ ઘણીવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ક્યારેક મહિલાઓની માસિકમાં અનિયમિતતા અને હોર્મોન્સમાં બદલાવ પણ ચહેરાની સુંદરતાને ઓછી કરે છે.
આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે અત્યંત ઘરગથ્થુ અને સરળ ઉપાય પણ છે તો આવો જાણો આવા જ એક ઉપાય
-બે કેસરનાં તાંતણાને એક ચમચી મલાઇમાં એક કલાક સુધી રહેવા દો,
જ્યારે તેનો રંગ નારંગીના રંગ બરાબર થઇ જાય ત્યારે ચહેરાની કરચલી,ડાઘા-ધબ્બાં,નિશાન વાળા ભાગ પર લગાડીને 5થી 10 મિનિટ મસાજ કરો અને પછી લગભગ 30 મિનિટ સુધી તેને રહેવા દો
અને પછી સાદા પાણીથી મો ધોઇ લો.સતત 7 દિવસ સુધી આમ કરવાથી તમારા ચહેરાના ડાઘ ધબ્બામાંથી છુટકારો મળી જશે
No comments:
Post a Comment