Friday, 22 July 2011

લાંબુ જીવવું છે તો આટલી વાતોની ગાંઠ વાળી લો..!

-કોફી, તળેલો ખોરાક અને જંક ફુડને કહો બાય બાય આ છે તમારા આયુષ્યના દુશમન

આપણાં વડિલોની સલાહ આમ તો સૌ કોઈ માનતું હોય છે. કારણ કે તેમની સલાહ તેમનાં જીવનના અનુભવોનો જ એક સાર હોય છે. આપણાં વડિલો આજે જેટલાં ચુસ્ત દુરસ્ત છે. આપને લાગે છે કે આપ તેમનાં જેટલાં થશો ત્યારે આવા રહીં શકશો?

વધતી ઉંમરે પણ આપનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે આપે કેટલીંક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જી હાં આપની લાઈફ સ્ટાઈલમાં થોડો ફેરફાર કરી જૂઓ આપને પણ મળશે સ્વસ્થ આરોગ્યપ્રદ લાંબુ જીવન.

-કોફી, તળેલો ખોરાક, જંક ફુડને કહોં બાય બાય આ આહાર આપનું આયુષ્ય ઘટાડે છે તેમજ આપનાં ,સ્વાસ્થ્યને પણ એટલું જ નુક્શાન -પહોંચાડે છે.

-મોટી ઉંમરે શરીર વાંકુ વળી જાય છે હાડકા ધીરે ધીરે નરમ પડી જાય છે તેવામાં દરરોજ સવારે એક ગ્લાસ દુધ અને કેળુ ખાવું જોઈએ. જેથી શરિરમાં કેલ્શિયમ જળવાઈ રહે અને લાંબી ઉંમરે પણ હાડકા મજબુત રહે.

-તેમજ દરરોજ નિયમીત યોગા આપનામાં પોઝિટીવ એનર્જીનો સંચાર કરે છે જે તમને તન મનથી સ્વસ્થ રાખે છે અને આપનું આયુષ્ય પણ વધારે છે.

-બને તેટલું વધારે ખુશ રહો, કોઈ વાતથી દુખી હોવ તો તેમાંથી બહાર આવવાં મનને બીજે પરોવો જેમ કે, ગમતું કામ કરો, મ્યુઝિક સાંભળો, ખાવાનું બનાવો, સ્વેટર બનાવી શકો, વોક પર નીકળો, શોપિંગ કરવા જાઓ, મિત્રો સાથે કોફી શોપમાં જાઓ આમ કરવાંથી આપનો મૂડ સારો રહેશે અને જે વાતનું ગમ હશે તેમાંથી બહાર આવી શકશો.

-રેગ્યુલર બ્યુટી ટ્રિટમેન્ટ લો આ આદત તમને તનથી સ્વચ્છ રાખશે અને મનથી તાજગી આપશે

No comments:

Post a Comment