તનાવ ઘટાડવા માટે જો કોઇ દારૂ પીતો હોય તો, તે સાવધાન થઇ જાય. દારૂ તનાવ ઘટાડતો નથી વધારે છે. સંશોધકોએ એવું શોધી કાઢયું કે, દારૂ આનંદના પ્રભાવને ખતમ કરી નાખે છે અને તનાવનો અનુભવ વધી જાય છે. પરિણામે વ્યક્તિ વધુ દારૂ પીવાનું શરૂ કરી દે છે.
શિકાગો યુનિવર્સિટીના એમા ચાઇલ્ડ્સના જણાવ્યા મુજબ દારૂ તનાવની અસર વધારી દે છે, પરંતુ તેને પુરવાર કરવાનું મુશ્કેલ રહ્યું છે. વિજ્ઞાનીઓએ પોતાના અભ્યાસમાં ૨૫ લોકોને તનાવપૂર્ણ અને તનાવ વગરનાં કામ આપ્યાં હતાં. દરેક કામ પછી તેમને દારૂનાં ઇન્જેકશન આપવામાં આવ્યાં હતાં. સંશોધકોને જાણવા મળ્યું કે, દારૂ તનાવથી શરીરના પહોંચી વળવાની રીત બદલી નાખે છે. તેની સાથે જ તનાવ ઘટાડનારા હોર્મોન્સનો સ્ત્રાવ પણ ઘટી જાય છે.

No comments:
Post a Comment