આપણા શારીરિક સૌંદર્યમાં વાળની ખૂબ જ અગત્યની ભૂમિકા હોય છે. એ વાત તમામ લોકો જાણે છે કે સૌંદર્ય અને આત્મવિશ્વાસનો ઘેરો સંબંધ હોય છે. ખૂબસૂરત અને સારી પર્સનાલિટી વાળા સ્ત્રી/પુરુષમાં સામાન્ય લોકો કરતાં વધુ કોન્ફીડન્સ જોવા મળે છે. તો આવો જાણીએ કે કંઇક એવા સરળ અને ઘરેલું ઉપાયો અંગે જે તમારા વાળની ખૂબસૂરતી વધારીને તમારા વ્યક્તિત્ત્વને વધુ સારૂં પ્રભાવશાળી બનાવી શકે છે.
શાનદાર પ્રયોગ:
એક કપ બિયરને કોઇ વાસણમાં ગરમ કરો, ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી અડધો કપ ના રહી જાય. ગરમ કરવાથી બિયરમાંથી આલ્કોહોલ વરાળ બનીને ઉડવો જરૂરી છે. હવે તેને ઠંડું થવા દો. પછી તેમાં એક કપ તમારી પસંદગીનું શેમ્પૂ મેળવી લો.
યાદ રાખો કે શેમ્પૂ જે પણ વાપરો, એક જ બ્રાન્ડનું વાપરો. આ મિશ્રણને કોઇપણ શીશીમાં ભરીને રાખી લો, જ્યારે પણ વાળ ધોવો ત્યારે આનાથી વાળ ધુઓ. તેના લીધે બરછટ વાળ પણ નિખરી જશે. વાળ ચમકદાર અને ખૂબસૂરત થશે.
એક અન્ય કારગર પ્રયોગ:
નારિયેળના તેલમાં લીમડો, તુલસી, શિકાકાઇ, મેથી, આંબાળની પત્તીઓ નાંખીને ઉકાળી લો અને ત્યારબાદ ગળીને શીશીમાં ભરી લો. આ તેલની પૂરા માથામાં માલીશ કરો અને પછી ચમત્કાર જુઓ.
બે અગત્યની વાતો:
1. વધુ ફીણ કરનાર શેમ્પૂનો ઉપયોગ કરવાનો મતલબ એ નથી કે તે તમારા વાળને સાફ પણ સારી રીતે કરશે. ફીણદાર શેમ્પૂની બનાવટમાં વધુ કેમિકલ મિશ્રિત કરેલું હોય છે, જે વાળને નુક્સાન પહોંચાડે છે અને વાળોની જડોને નબળી કરે છે.
2. બજારૂ કંડીશનર ફકત વાળોના બહારના ભાગ એટલે કે આવરણને જ ચમકાવાનું કામ કરે છે, તેની સંરચના ને સાચા નિયંત્રણમાં રાખવું અને નષ્ટ થયેલા વાળોને ફરીથી મરામત કરવામાં મદદ કરતા નથી.
No comments:
Post a Comment