Friday, 22 July 2011

ડાયેટિંગ કરવાથી ક્યારેય વજન ઘટતું જ નથી!


-તમે શું ખાઓ છો, તે વાત તમારા વજન ઘટાડવા અને વધારવા માટે જવાબદાર હોય છે

-યોગ્ય વજન મેઇનટેઇન રાખવા માટે પૌષ્ટિક અને ઉચ્ચ ગુણવત્તાવાળો આહાર લેવો જોઇએ

લોકો પોતાનું વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરે છે, પરંતુ એક ચોંકાવનારા અભ્યાસમાં એ સામે આવ્યું છે કે ખાવાનું ઓછુ કરવાથી ક્યારેય વજન ઘટતુ નથી. તમે શું ખાઓ છો, તે વાત તમારા વજન ઘટાડવા અને વધારવા માટે જવાબદાર હોય છે.

અમેરિકાની હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વિશેષજ્ઞોનું કહેવું છે કે માત્ર કેલરી પર ધ્યાન આપવાથી કોઈ સ્લિમ નથી થઈ જતું.

યોગ્ય વજન મેઇનટેઇન રાખવા માટે પૌષ્ટિક અને ઉચ્ચ ગુણવત્તાવાળો આહાર લેવો જોઇએ. વિશેષજ્ઞોનું માનવું છે કે વજન કંઈ એક દિવસમાં નથી વધતું. વજન વધતા મહિનાઓ અને દિવસો લાગી જાય છે.

No comments:

Post a Comment