Friday, 22 July 2011

સિગરેટની લત? પરેશાન ન થાઓ, આ જરૂરથી વાંચો

સિગરેટની લત આપનું જીવન બગાડી શકે છે તેને છોડવી અનિવાર્ય છે
-ભારતની 46 ટકા યુવાપેઢી સિગરેટની લત ધરાવે છે
સિગરેટની લત વિશે કહેવામાં આવે છે. કે આ લત ખૂબજ સહેલાઈથી લાગી જાય છે પણ તેને છોડવી એટલી જ મુશકેલ છે. સ્મોકિંગની આ લત હેલ્થને એટલી હદે નુક્શાન પહોંચાડે છે કે તેના કારણે માણસ તેના જીવનનાં 5થી 10 વર્ષનું આયુષ્ય ઓછુ કરી નાંખે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની જેમ કોઈપણ આ લતથી છુટકારો મેળવી શકે છે બસ શરત એટલી જ છે કે વ્યક્તિનું વિલ પાવર સ્ટ્રોંગ હોવું જોઈએ. આપ પુરે પુરી માનસિક રીતે સિગરેટ છોડવા માટે તૈયાર હોવા જોઈએ.

હાલમાં જ થયેલા એક સર્વે પ્રમાણે ભારતની કુલ વસ્તીનાં 40 ટકાથી વધારે વસ્તી યુથની છે એટલે કે ભારતમાં 40 કરોડથી વધુ જવાન 20-40 વર્ષના લોકો વસે છે. આ 40 કરોડ લોકોમાંથી 46 ટકા લોકો સિગરેટની લત ધરાવે છે.

આપણા દેશની મોટી સંખ્યા સિગરેટની લતને કારણે સ્વાસ્થ્ય ગુમાવી રહીં છે. જેને કારણે કેન્સર જેવી બીમારીઓના રાફડા ફાટી નીકળ્યાં છે. આ બીમારીઓને કાબુમાં લેવા અને બની શકે તો તેને જડમૂળથી નાથવા કંઈક પગલાં તો લેવા જ પડશે.

સિગરેટની લત પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે

*સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે સિગરેટ પીવાની ચાલુ કરનાર આજની યુથ બાદમાં તેની ભારે લતથી પીડાય છે*ધીરે ધીરે તેમના સ્ટ્રેસ, તણાવમાં તેઓ સિગરેટ પીને હાંસ કારો અનુભવે છે અને એટલે જ તેઓ પીએ છે.

આ રહ્યાં કેટલાંક પગલા જેની મદદથી તમે સિગરેટ છોડવામાં મદદ મળશે

-સૌ પહેલાં તો તણાવનું કારણ શોધી કાઢો-તેના પર વિચાર કરી તેમાંથી બહાર આવવાનું સોલ્યૂશન કાઢો-આ સોલ્યૂશન આપ મનપસંદ કામો કરીને પણ કાઢી શકો છોજેવા કે મ્યૂઝિક, સ્પોર્ટ્સ, મુવી જોવી, બુક્સ વાંચવી, વોક પર જાઓ જે પણ તમને પસંદ હોય તે કરો-આનાથી સ્ટ્રેસ ઓછો રહેશે અને સિગરેટ પીવાની તલબ પણ નહીં લાગે-સિગરેટ છોડવા સમયે એવું ન વીચારો કે તમારાથી કંઈક અલગ થાય છે પણ એવું વીચારો કે આ એક કુટેવ છે જેના દુર થવાથી તમને એક સ્વસ્થ જીવન મળશે-આપ સ્મોકિંગ છોડવા માટે તમારી રીતે એક તારિખ નક્કી કરી લો, જે આપ માટે એક લિમીટનું કામ કરશે, આ દિવસે તો તમે ગમ્મે તે કરીને સિગરેટની ટેવ છોડી જ દેશો-તે દિવસ બાદ દરેક દિવસે પોતાને શાબાસી આપો કે આપે એક સારી શરૂઆત કરી છે. તમારુ મન મક્કમ રાખો અને તમારા નિર્ણય પર અડગ રહો તમારી લત જરૂર છુટશે.

No comments:

Post a Comment