Friday, 22 July 2011

આપ પણ દિવસના 9 કલાક એક જગ્યાએ બેસીને કામ કરો છો?


-2 કલાકથી વધુ એક જગ્યાએ બેસવાથી અચાનક શ્વાસ રૂંધાવા, લોહી ગંઠાવાની તક્લિફ થઈ શકે છે

વધુ પડતી એર ટ્રાવેલિંગ કરતાં લોકો એ વાતથી અજાણ હશે કે, ફ્લાઈટમાં સતત 15-20 કલાક બેસી રહેવું શરિર માટે કેટલું હાનિકારક છે. લાંબી મુસાફરીને કારણે પગની નસમાં લોહી ગંઠાઈ જવાની સંભાવના રહીં છે.

જેને કારણે શ્વાસનો હુમલો થઈ શેકે છે. જોકે આપને જણાવી દઈએ કે માત્ર વિમાની મુસાફરીને કારણે જ નહીં પણ કોલ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ એ પણ સતર્ક રહેવાની જરૂર છે. તેમજ ફેક્ચર થયું હોય અને પગ એક જ સ્થિતિમાં હોય ત્યારે પણ આ સમસ્યા થઈ શકે છે.

વિદેશ જતાં મુસાફરો ક્લાકો સુધી વિમાનમાં બેસી રહેતા હોય છે એકધારુ બેસી રહેવાથી પગનું હલનચલન થતું નથી જેથી નસોમાં લોહીનો સપ્લાય ઘટે છે. આ ઉપરાંત લોહીગંઠાઈ જાય છે જે ગાઠમાં રૂપાંતરિત થઈ જાય છે. રિસર્ચ હેઠળ જાણવા મળ્યું છે કે, એક જગ્યાએ વધુ સમય સુધી બેસી રહેનારા એટલે કે કોલ સેન્ટર કે એવી જ અન્ય જોબ કરનારા લોકો જે દિવસનાં 9 કલાક એક જગ્યાએ બેસીને કામ કરતાં હોય છે તેમને કે પછી ફેક્ચરથી પિડાતા લોકો તેમજ એર ટ્રાવેલિંગ વધુ પડતી કરતાં લોકોને આ બીમારી થઈ શકે છે.

ગુજરાતમાં દર 1000 વ્યક્તિએ 20 વ્યક્તિ અસ્થમા-દમની બીમારીથી પીડાતા હોય છે. આમ તો આ બીમારી થવા પાછળ ધૂળ-રજકણ, સિગરેડ, તેમજ ખાટા પદાર્થોનું વધુ પડતું સેવન જવાબદાર મનાય છે પણ હવે સ્થૂળતા પણ તેમાં ઉમેરાઈ ચુકી છે.

2 કલાકથી વધુ એક જગ્યાએ બેસી ન રહેવું જોઈએ. જરૂર હોય કે ન હોય એક વખત જગ્યા પરથી ઉઠી આમથી તેમ આટો મારી લેવો જોઈએ. ઓફિસ વર્કરે ખાસ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ

No comments:

Post a Comment