૬૫ વર્ષના ગુણવંતભાઇને કંઇ પણ વાતે ચિંતા વધે કે તણાવ થાય તો પેટમાં ભાર જેવું લાગ્યા રહે. ગેસ લાગે અને ઝાડા થઇ જાય. વિવિધ રિપોર્ટ કરાવવા છતાં તપાસમાં કશું જ પકડાય નહીં.
૫૨ વર્ષના મનસુખભાઇને ખાવાનું ગળે ઊતરતું નથી અને અન્નનળીમાં બળતરા જેવું લાગે. એમણે પણ દૂરબીનથી અન્નનળી અને પેટની તપાસ કરાવી પરંતુ કશું નિદાન પકડાતું નથી. પચાસ વર્ષથી ઉપરના લોકોમાં પાચનતંત્રને લગતી ફરિયાદોના ૫૦ થી ૭૦ ટકા કેસમાં માનસિક કારણો જ મુખ્ય ભાગ ભજવે છે.
પરિણામે દેખીતો કોઇ શારીરિક કે પાચનતંત્રને લગતો રોગ પકડાતો નથી. ઉપરોકત બંને ઉદાહરણો પણ માનસિક કારણોથી થતા પાચનતંત્રના રોગોના છે. જેને ‘ફંકશનલ ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર’ કહેવાય છે. આમાં જુદા જુદા રોગો અને તેનાં લક્ષણો અંગે જોઇએ.
ફંકશનલ ઇસોફેજિયલ ડિસઓર્ડર
ગ્લોબસ: ગળામાં કંઇક ભરાઇ ગયેલું હોય તેવું લાગે.
રૂમિનેશન: પેટમાંથી ખાધેલું બધું પાછું આવે એવું લાગે.
નટ-ક્રેકર ઇસોફેગસ: જેમાં અન્નનળીના સ્નાયુઓ વારંવાર ખેંચાય છે અને એના લીધે છાતીમાં દુખાવો થાય છે.
હાર્ટ-વર્ન: અન્નનળીમાં કોઇ તકલીફ ન હોવા છતાં પણ એસિડ પાછો આવતો હોય એમ લાગે.
ફંકશનલ ડીસફેજિયા: અમુક નક્કર પદાર્થ ખાવામાં ઘણી તકલીફ પડે છે.
એરોફેજિયા: દર્દી વારંવાર હવા ગળે અને ઓડકાર ખાધા કરે.
ઇરિટેબલ બોવેલ સીન્ડ્રોમ : જાણીતી સાઇકોસોમેરિક બીમારી છે. આમાં વારાફરતી ઝાડા અને કબજિયાતની તકલીફ રહે છે. પેટમાં ગેસ થાય, બેચેની લાગ્યા કરે.
ફંકશનલ કોન્સ્ટિપેશન: કબજિયાત રહે, ઝાડો કઠણ થઇ જાય, ઝાડે જતાં દુખાવો થાય છે.
ફંકશનલ ડાયેરિયા: ચિંતા વખતે પાતળા ઝાડા થઇ જાય અને ચિંતા પતે એટલે મટી જાય.
ફંકશનલ અબ્ડોમિનલ પેઇન : આમાં પેટમાં જુદી જુદી જગ્યાએ દુખ્યા કરે. દુખાવાનું કારણ પકડાય નહીં.
ફંકશનલ એનો રેકટલ પેઇન: ગુદાના ભાગમાં દુખાવો થાય. પણ હરસ મસા જેવી બીમારી ના હોય.
ડિસ્ચેઝિયા : દર્દીને લાગ્યા કરે કે પેટ સાફ બરાબર નથી થયું. વારંવાર ઝાડે જવું પડે.
ઉપચાર : આ બધા પાચનતંત્રના રોગો માનસિક કારણોસર થતા હોવાથી આના ઉપાયમાં પણ વ્યક્તિનું મનોવિ®લેષણ કરી દવા અને યોગ્ય કાઉન્સેલિંગ આપવાથી રાહત થઇ શકે છે.‘

No comments:
Post a Comment