ન જોઈતા ગર્ભથી છૂટકારો મેળવવા માટે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય છે. જો કે હાલમાં જ થયેલા સંશોધને વિશેષજ્ઞોની ઊંઘ ઉડાડી દીધી છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે સામાન્ય રીતે ગર્ભનિરોધક ગોળીઓમાં એસ્ટ્રોજન હોર્મોન હોય છે. શરીરમાં લાંબા સમય સુધી એસ્ટ્રોજન હોર્મોનના સંપર્કમાં રહેવાને કારણે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ થઈ શકે છે.
પહેલા ચિકિત્સકોનું માનવું હતું કે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓ અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી ગોળીઓ દ્વારા જે એસ્ટ્રોજન હોર્મોન લે છે તે તેમના હૃદય માટે સારું હોય છે.
જો કે મિશીગન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ જોયુ કે લાંબા સમય સુધી એસ્ટ્રોજનના સંપર્કમાં રહેવાને કારણે એક એવો યોગિક બને છે જે તણાવ વધારે છે. આના કારણે હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે જે હૃદયરોગના હુમલા દરમિયાન મસ્તિષ્તઘાતનું કારણ બની શકે છે.
No comments:
Post a Comment