Friday, 22 July 2011

એસિડિટીની બીમારીને દૂર કરશે આ નુસખા


એસિડિટી કોઈને પણ થઈ શકે છે. ઘણીવાર વધારે પડતું મસાલેદાર કે તીખી વસ્તુ ખાવામાં આવી જાય તો પેટમાં

દુખાવા સાથે જલન થાય છે. અમુક સરળ ઘરગથ્થુ ઉપચારથી તરત મટાડી શકાય છે એસિડિટી.

*તો આ ઘરેલું ઉપાય આપને એસિડિટીની બીમારી કરશે છુમંતર

- સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એમાં ઘટાડો થાય છે.
- આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ અને મધ અડધી ચમચી ભેગું કરીને ખાવાથી એસિડિટીમાં રાહત થાય છે.
- કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
-અડધો લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, એમાં અડધી ચમચી સાકર ઉમેરી, બપોરના જમવાના અડધો કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે. દહીં મેળવીને ખાવાથી એસિડિટી દૂર થાય છે.

No comments:

Post a Comment