Friday, 22 July 2011

હ્રદય કમજોર છે? તો જરાં ચેતી જજો નહીંતર...!



-હ્રદયની કમજોરી નોતરે છે માનસિક બીમારીઓ, ચેતો અને પહેલેથી પગલાં લો

મગજમાં જો સકારાત્મક વિચાર હશે તો વ્યક્તિનું દિલ અને શરિરનાં અન્ય અંગ લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય બની રહેશે. આ વાત સ્વસ્થ દિલ પર પણ લાગુ પડે છે. કારણ કે દિલ અને દિમાગ એક બીજાના પૂરક અંગો છે.

ફક્ત દિમાગ જ દિલને પ્રભાવિત નથી કરતું પણ દિલ પણ એટલી જ હદે મગજને પ્રભાવિત કરી શકે છે. એટલું જ નહીં એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે દિલ અને દિમાગ એક બીજાના પૂરક છે.


અમેરિકામાં થયેલા એક સંશોધનમાં જાણવાં મળ્યું છે કે દિલ સ્વસ્થ હશે તો દિમાગ ઝડપથી ઘરડુ થશે નહીં. બોસ્ટન યૂનિવર્સિટીની ટીમે આ રિસર્ચ 1500 લોકો પર કરી છે. આ લોકો એક નજરે જોવામાં તો ચુસ્ત દુરર્ત છે પણ તેમનું દિલ લોહીને શરીરનાં અન્ય અંગ સુધી પહોચાડવામાં ધીમું હતું. આ લોકોના મગજનાં સ્કેનિંગમાં જોણવા મળ્યું કે તેમનું દિલ ઘણું ઘરડું થઈ ગયું છે

આ 1500 લોકોના દિમાગનાં સ્કેનિંગમાં સામે આવ્યું હતું કે જો મગજ ઘરડું હોય તો તેઓ માનસિક રીતે તણાવગ્રસ્ત થઈ જાય છે. તેમને મગજને લગતી અન્ય બીમારી પણ ઝડપથી થાય છે. આ સંશોધન 30થી 40ની વય વચ્ચેના લોકો પર કરવામાં આવ્યું હતું.

આમ રાખો તમારા દિલ-દિમાગનો ખ્યાલ:

આપના દિલ અને દિમાગની તંદુરસ્તી માટે પ્રાકૃતિક જીવનશૈલી, સંતુલિત ખાન-પાન અને યોગ ધ્યાનને તમારી નિયમિત દિન ચર્યામાં અવશ્ય શામેલ કરી લો. કારણકે એમ કરવાથીઆપ એક સાથે તમારા શરીરનાં બે મહત્વ અંગ દિલ અને દિમાગ સ્વસ્થ સંતુલિત અને સક્રિય રહેશે.

No comments:

Post a Comment