Friday, 22 July 2011

કડવી મેથીના આ ફાયદા છે મીઠાં


મેથી તાવ, અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ,  કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ કરનારી છે.

-રોજ  સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.
- મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.
- ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

આહારસંહિતા

No comments:

Post a Comment