ઘણી એલોપથી દવાઓ પાછળની ભયાનકતા : સત્ય ક્યાં લગી છુપું રહે?
દવાના વૈધ્યનું નામ ધન્વંતરિ છે. ધન્વંતરિનું ચિત્ર એક આયુર્વેદની દવા કંપની આપે છે. તેમાં આ ઔષધવાળા દેવ તેને ખભે અમૃતકુંભ લેતા દેખાડાય છે. આજે એલોપથિક દવાની એટલી બધી સત્તાવાર આડઅસરો દેખાવા માંડી છે કે ખરેખર એલોપથિક દવાની કંપની જાણે ઝેરના ઘડૂલાના ઘડૂલા ભરીને લોકોને ગળે ઉતારે છે.
એલોપથિક દવા કંપનીની દવાની આડઅસરો વિશે લખવું હોય ત્યારે ખૂબ કાળજી રાખવી પડે નહિતર એલોપથિક દવા કંપનીઓ જે વરસે-દહાડે જગતમાં R ૨૭૦૦૦૦ કરોડની દવાનો વેપલો કરે છે તેના પગતળે રેલો આવતાં તમારું ગળું પકડે. ગ્લેકસો કંપનીએ ૧૯૯૯માં તેની ડાયાબિટીસ માટેની દવા ‘અવેન્ડિયા’ બહાર પાડી અને ૨૦૦૬ સુધીમાં R ૧૩૫ અબજનો વેપલો કર્યો, પણ ૨૦૦૭માં આ દવાના ભોપાળા બહાર પડવા માંડ્યાં.
અરે! બહુ વહેલીસર ડૉ. જહોન બ્યુઝ નામના નોર્થ કેરોલીના યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ મેડિસિને ૧૯૯૯માં જ એક સાયિન્ટફિક મિટિંગમાં ધડાકો કર્યો કે ગ્લેકસોની અવેન્ડિયા નામની નવી દવાથી હૃદયરોગના હુમલાનો ભય રહે છે. તરત ઉપર લખ્યું તેમ ગ્લેકસો સ્મીથ કલીનના ધુરંધરોએ ડૉ. જહોન બ્યુઝને ધમકી આપી કે તમારી વાત પાછી ખેંચી લો... નહિતર ... અને ડૉ.બ્યુઝ બિચારા ચૂપ થઈ ગયા! પણ સત્ય ઝાઝો વખત દાબી શકાતું નથી.
અવેન્ડિયા નામની ડાયાબિટીસની દવાની આડઅસર થતાં હજારો દર્દીને હાર્ટએટેક આવ્યાં છે, ઘણા મરી ગયા છે. તે માટે ગ્લેકસો ઉપર સંખ્યાબંધ કેસો થયા. અને બ્લુમબર્ગ બિઝનેસ વીક અને ન્યૂ યોર્ક ટાઈમ્સના કહેવા પ્રમાણે ગ્લેકસોએ અવેન્ડિયાની ખતરનાક આડઅસર માટે ૬ કરોડ ડોલર એટલે કે લગભગ R ૨૭૬ કરોડ વળતરના ચૂકવ્યા છે અને બ્લુમબર્ગના (૧૧-૫-૧૦) કહેવા પ્રમાણે ફિલાડેલ્ફિયામાંથી વધારાના વળતરના દાવા જુલાઈ-૨૦૧૦માં થશે. બીજા ૪૦૦૦ જેટલા કેસો દાખલ થયા છે. અમેરિકામાં કેટલીય કાનૂની કંપનીઓ એલોપથિક દવાની આડઅસરો માટેના કેસ દર્દી વતી લડે છે.
સાઉથ કેરોલીનાની ધ લોથિયન લો ફર્મ તો દર્દીઓને ખુલ્લી રીતે ઈજન આપે છે કે તમને કોઈ પણ એલોપથિક દવાથી આડઅસર કે નુકસાન થયું હોય તો અમારો ૦૧-૮૦૦-૪૧૦-૫૬૫૬ ઉપર સંપર્ક કરો. આ જેવી તેવી કંપની નથી. છેક ૫૧ વર્ષથી વળતરના કેસ લડીને દર્દીઓને અબજો ડોલરના વળતર અપાવ્યા છે. અવેન્ડિયાની આડઅસર માટેના હજી તો માત્ર ૭૦૦ કેસ સેટલ થયા છે, તેમાં દરેક દર્દીને કે તેના સગાંને લગભગ દરેકને R ૪૦ લાખ ચૂકવ્યા છે. (બ્લુમબર્ગ-૧૧-૫-૧૦).
બહુ જ વહેલાસર ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટર ગાર્ડનર હેરિસે જણાવેલું કે ૨૦૦૯ના છેલ્લા ૩ મહિનામાં અવેન્ડિયાની દવા લેવાથી ૩૦૪ મરણ થયેલાં. ૫૦૦ જેટલા હાર્ટએટેક આવેલાં. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ડૉ. ડેવિડ ગ્રેહામે તો સરકારને કહેલું કે ગ્લેકસોની આ દવા જેનું મૂળ નામ રોસગિ્લીટાઝોન છે અને ગ્લેકસોની અવેન્ડિયા બ્રાન્ડ છે તેને બજારમાંથી હાંકી કાઢવી જોઈએ.
ન્યૂ યોર્ક ટાઈમ્સ લખે છે કે ગ્લેકસોએ આ દવા ૧૧ વર્ષ પહેલાં ‘‘મલ્ટિમિલિયન ડોલર’’ની જાહેરખબરની ઝુંબેશ પછી ૨૦૦૬માં ૩.૨ અબજ ડોલરનું વેચાણ હાંસલ કરેલું એ પછી ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની કમિટીની આંખ ઉઘડી (૨૦૦૭) કે આ દવાથી હૃદયરોગના હુમલાની શક્યતા છે છતાં પણ છેલ્લાં ૩ વર્ષથી આ દવા જગતભરની બજારોમાં વેચાય છે અને હજારો લોકો આ ખતરાવાળી દવા લે છે. અમેરિકામાં તો ‘‘નાઉ પબ્લિક’’નામની એજન્સીના કહેવા પ્રમાણે જગતમાં ૧.૪ કરોડ લોકો ડાયાબિટીસથી (ટાઈપ-ટુ) પીડાય છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે જ્યારે ગ્લેકસોની ડાયાબિટીસની દવાનો ખતરો પ્રગટ કર્યો ત્યારે તે અખબારને ગ્લેકસો કંઈ કરી શક્યું નહીં પણ જે ડોક્ટરો આ દવા નહીં લેવાનું કહેતા હતા તે ડોક્ટરોને ગ્લેકસો કું. ધમકી આપવા લાગી તેમ ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટર ગાડર્નર’ હેરિસ (૨૦-૨-૧૦) કહે છે.
ન્યુ ઝીલેન્ડમાં ઘણા દર્દીને થાઈરોઈડ ગ્લેન્ડની (અંત-સ્રાવગ્રંથિ) તકલીફ હતી તે ગ્લેકસોની એલ્ટ્રોકસીન નામની દવા લેતા હતા. ન્યુઝીલેન્ડના નેશનલ બિઝનેસ રિવ્યુના કહેવા પ્રમાણે ગ્લેકસોની આ દવાથી ૫૦૦ દર્દીઓને આડઅસર થયેલી. ઘણાને માથાના દુખાવા, ઊલટી થવી, ઉપરાંત વજન ખૂબ વધી જવાની ફરિયાદ હતી. ચારેકોરથી ગ્લેકસો કંપનીની દવાઓની આડઅસરો માટે દાવા થવા માંડયા એટલે ગ્લેકસોએ ‘‘કાનૂની મેટર્સ’’ માટે તેના બજેટમાં જે કરોડો ડોલરની જોગવાઈ રાખી હતી તેમાં ૩૧.૧ કરોડ ડોલરનો વધારો કર્યો હતો! તો પછી તેની મૂળ રકમ કેટલી જંગી હશે.
‘‘બ્લુમબર્ગ’’ નામના કોમર્સના સમાચાર દાતાએ લખ્યું છે કે અવેન્ડિયાની આડઅસર માટે એટલા બધા કેસ થશે કે લગભગ ૬ અબજ ડોલરના દાવા આવી પડશે! અગાઉ મર્ક એન્ડ કંપનીએ વાયોકસ નામની પેઈનકિલર દવાથી થતી આડઅસર માટે અબજો રૂપિયા ૨૦૦૫માં ચૂકવેલા. ઉપરાંત વાયેથ નામની દવા કંપનીએ ડાયેટિંગ માટેની ટીકડીઓ બહાર પાડી તેની આડઅસર માટે R ૧૬,૮૦૦ કરોડ ચૂકવ્યા હતા! (૩.૭૫ અબજ ડોલર). મે-૨૦૧૦ના અંતે પણ અમેરિકાની એનીસ એન્ડ એનીસ નામની કંપની અવેન્ડિયાની આડઅસરના દાવાના કેસ સ્વીકારે છે! ગેરંટી આપે છે કે તમને ૧૦૦ ટકા વળતર અપાવીશું! ‘ડ્રગ વોચ ડોટ કોમ’ નામની સમાચાર સંસ્થા તમને ચેતવે છે કે ઘણી છોકરીઓ ખીલ માટે એકયુટેન કે બીજી એલોપથિક દવા લે છે.
ખરેખર તો ખીલ થાય તો જંકફૂડ-તળેલા પદાર્થો છોડીને સવારે લીંબુ પાણી પીવું, લીંબુનો રસ ચોપડવો. (ભલે બળે) વગર-દવાએ પીવા માટે છે, પણ એકયુટેન નામની દવા તો કેન્સર માટેની છે. તે દવા ખતરનાક આડઅસર કરે છે. રોશ કંપનીએ ખીલની દવા બજારમાં મૂકી છે તે માટે સંખ્યાબંધ આડઅસરના દાવા થયા છે.
બેયર કંપનીની હૃદયરોગના ઓપરેશન પહેલાંની દવા ટ્રેસીલોને તો ૨૨૦૦૦ દર્દીને મારી નાખ્યા! આ દવાથી કીડની ખરાબ થાય છે. દવા કંપનીઓએ ગમે તેમ કમાવું હોય છે. કેન્સરની દવા ખીલ માટે વાપરવાનું કહે તે રીતે પેટના ચાંદા માટે સાયટોટેક નામની દવા મંજુર થયેલી તે દવા ડોક્ટરોએ ગર્ભવતી સ્ત્રીને જલદીથી ડિલિવરી થાય તે માટે ઝીંકવા માંડી! આનાથી જલદીથી પ્રસૂતિ પીડા થઈ બાળક અવતરે છે, પણ આ દવાથી ગર્ભાશયને હાનિ થઈ ફાટી જાય અને સખત લોહીનો સ્રાવ થાય છે. પછી એ સ્ત્રીને બીજો ગર્ભ રહેતો નથી.

No comments:
Post a Comment