
ચોમાસાના સમયમાં ત્વચામાં મોસ્ચરનું પ્રમાણ વધી જાય છે જેથી કરીને તે ચીપચીપી થઈ જાય છે. જતે દિવસે ચહેરાની તાજગી છિનવાઈ જાય છે. જો કે અમુક ખાસ ઉપચાર કરીને ચહેરાની ત્વચાને સદા ચમકતી રાખી શકાય છે.
તો આ રહીં આપના નિસ્તેજ ચહેરાને ફરી નેચરલ ગ્લો આપવાની ટિપ્સ
- બે ચમચી બેસન, હળદર પાવડર, ગુલાબજળ અને મધ ભેળવીને પેસ્ટ બનાવો. આને ચહેરા, હાથ-પગ અને ગરદન પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. આનાથી ત્વચામાં નિખાર આવશે.
- કાચા દૂધમાં હળદર ભેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને હાથ પગ પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. ત્વચામાં નિખાર આવી જશે.
- હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે રાત્રે સૂતા પહેલા દૂધની મલાઈ લગાડો અને સવારે ઠંડા પાણીથી ધોઈ લો.
- આંખોમાં બળતરા અને કાળા કૂંડાળાને ઓછા કરવા માટે રાતે સૂતી વખતે આંખો પર ઠંડા દૂધના પૂમડાં લગાડીને રાખો.
- 8-10 દિવસમાં એક વાર ચહેરાને સ્ટિમ અવશ્ય આપો. આ પાણીમાં ફૂદીનો, તુલસીના પાન, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. નાસ લીધા પછી આ જ નવશેકા પાણીમાં 5 મિનીટ સુધી હાથને પલાળીને રાખો. હાથની ત્વચામાં પણ નિખાર આવશે.
No comments:
Post a Comment