
ખીલ આજકાલ દરેક યુવાની સમસ્યા છે. ખીલના ડાઘને કારણે ચહેરાની સુંદરતા અને ચાર્મ ખોવાઈ જાય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
તમને જણાવીએ છીએ અમુક બહુ જ સરળ ઘરગથ્થુ ઉપાયો જે દૂર કરશે તમારા ચહેરા પરના ખીલ
- મધ ખીલનો અકસિર ઉપાય છે. તેના કારણે બેક્ટેરિયા મારે છે અને ખીલમુક્ત ત્વચા મળે છે.
- તાજા દૂધની મલાઈની સાથે લીંબુના રસના થોડા ટીપાં ઉમેરીને તેને ચહેરા પર લગાડો.
- ફટકડી અને કાળા મરીને પાવડર સરખા પ્રમાણમાં લઈને ખીલ પર લગાડો.
- કાચા બટાટાની છાલ ઉતારીને તેને છીણી લો. તેને મલમલના કપડામાં ચુસ્ત રીતે બાંધી દો. આને 5 મિનીટ સુધી તમારા ચહેરા પર ગોળ ગોળ ફેરવો અને પછી તમારો ચહેરો ધોઈ લો.
- તુલસીના સૂકા પાનનો પાવડર અને હળદર મિક્સ કરીને ગુલાબજળ સાથે ફેસપેક તૈયાર કરીને લગાડો.
- દિવસમાં 3-4 વાર તમારો ચહેરો ધૂઓ અને તૈલીય ત્વચા હોય તો વોટર બેસ્ડ ફેસવોસ સાથે સાફ કરો.
- વારંવાર તમારા ચહેરાને ન અડો. જ્યારે પણ હાથ અડાડો ત્યારે હાથ ધોયા બાદ જ તમારા ચહેરાને સ્પર્શ કરો. ગંદા હાથને કારણે ત્વચા પર બેક્ટેરિયા ફેલાઈ શકે છે જેનાથી ખીલ વધુ ફેલાય છે.
No comments:
Post a Comment