Friday, 22 July 2011

જોઈએ છે કેટરિના કૈફ જેવી નેચરલ સુંદરતા? તો આ વાંચો

બોલિવૂડની બાર્બી ડોલ કહો કે પછી સેક્સીએસ્ટ એક્ટ્રેસ કેટરિના કૈફ તેની કુદરતી સુંદરતાથી સૌને તેના કાયલ કરી દે છે. પણ શું છે તેની આટલી સુંદર ત્વચાનું રહસ્ય ચાલો આજે તમે પણ જાણી લો અને આ ટિપ્સની મદદથી મેળવો સુંદર ત્વચા. જો તમે પણ આ સિઝનમાં તમારી ત્વચાને સુંદર બનાવવા માંગો છો તો ક્લિનસિંગ માટે પાર્લરમાં જવાની જરૂર નથી. જો કે અમુક ફૂડ એવા છે જે કુદરતી રીતે ત્વચાની અંદરથી સફાઈ કરે છે. કેટરિના કૈફ પોતે કુદરતી ઉપાયથી જ તેની ત્વચાની સંભાળ રાખવામાં માને છે તે પાર્લર કરતાં વધારે નેચરલ રિતે તેની ત્વચાની કેર કરે છે -તે સ્કિન ક્લિનસિંગ માટે દરરોજ સાંજે લીંબુનો રસ પીવે છે. આ કારણે તેની ત્વચા ટેન નથી થતી અને કદાચ આ જ તેની આંતરિક સુંદરતાનું રહસ્ય છે. - લીંબુનો ઉપયોગ ત્વચાની બહારની બાજુએ કરવાથી ક્રિસ્ટલ જેવી ચમક મળે છે પણ તેની અસર અમુક નિશ્ચિત સમય સુધી જ રહે છે. જો કે જ્યારે લીંબુ તમારા ખોરાકનો હિસ્સો બની જાય છે ત્યારે તે આપણા શરીરમાં લોહીની સફાઈ કરે છે જેથી ત્વચા હંમેશા માટે સ્વચ્છ અને ચમકતી રહે છે. - જો તમે ડાઘ-ધબ્બા રહિત પારદર્શી ત્વચાની ઈચ્છા રાખતા હોવ તો વિટામીન સી યુક્ત ફળો જેમ કે આંમળા, સંતરા, મોસંબીનો રસ પીઓ. આંમળા તમારી ત્વચા માટે આંતરિક બ્લિચનું કામ કરે છે. તે શરીરમાં રહેવા ઝેરિલા દ્રવ્યોનો નાશ કરે છે જેના કારણે ચહેરા પર કાળાશ નથી પડતી. કેટરિના તેના દિવસની શરૂઆત વિટામીન-સીથી ભરપુર રસ પીને કરે છે. -ત્વચા પર ચમક જોઈતી હોય તો આહારમાં બદામ, અખરોટ, મગફળી અને માછલીનો સમાવેશ કરો. તેમાં રહેલા ઓમેગા 3 શરીરની કોશિકાઓની અંદર જઈને પોષણ આપે છે અને તેની અસર ચહેરા પર દેખાય છે. - અખરોટ ખાવાથી ચહેરા પર બ્લેકહેડ્સ નથી દેખાતા. કદાચ આ જ કારણે બજારમાં મળતા દરેક સ્ક્રબમાં અખરોટનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પહેલા તમારી ત્વચાની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરો અને પછી તેનો ઉકેલ અપનાવો.

No comments:

Post a Comment