Friday, 22 July 2011

શરીર માટે વરદાન છે દરરોજ 2 કળી લસણ!




લસણ એક એવો ખોરાક છે જેનો દરરોજનાં જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો રોગ મુક્ત રહેવાય છે. તેથી જ તમારા જમવામાં લસણનો ઉપયોગ કરવો જ જોઈએ.


*જમવામાં દરરોજ લસણનો ઉપયોગ કરો તમે રોગમુક્ત રહેશો


- લસણના સેવનથી શરીરમાં નવા કોષો તૈયાર થાય છે. લસણ અકાળે આવેલા વૃદ્ધત્વને દૂર કરે છે, શરીરમાં નવી સ્ફૂર્તિ લાવે છે.


- લસણમાં રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ રહેલી છે. લસણને અનેક રોગોમાં કામ આપનાર, જંતુનાશક અને દર્દનાશક ઔષધિ માનવામાં આવે છે. લસણ જ્ઞાનતંતુઓને બળ આપે છે.


-દરરોજ સવારે બે કળી લસણની ખાવાથી પેટ સાફ રહે છે.


- લસણ વાત, કફ અને અર્જીણના રોગીઓ માટે વરદાન રૂપ છે.

No comments:

Post a Comment