Friday, 22 July 2011

બીમારથી બચવા રાખો ફક્ત આ 5 વાતોનું ધ્યાન!

વરસાદના વાતવરણનાં પ્રભાવને કારણે સ્વાભાવિક રીતે આપણી ભૂખ અને ભોજનની પાચન ક્ષમતા બન્ને કમજોર પડી જાય છે.

તેથી અમે અહીં આપને એવા કેટલાંક નુસખા બતાવી રહ્યાં છે જે આપની પાચન ક્રિયા સ્વસ્થ બનાવી આપનું સ્વાસ્થ્ય આરોગ્યપ્રદ રાખશે.

-જરૂર કરતાં થોડુ ઓછુ જમો, ભલે તે ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ કે તમારું ભાવતું કેમ ન હોય. ભોજનની વધુ માત્રા આ ઋતુમાં સમસ્યાનું સૌથી મોટું કારણ બની શકે છે.-શાકભાજીમાં કીડા અને ઝેરીલી દવાઓનો પ્રભાવ હોઈ શકે છે તેથી તેને ગરમ પાણીથી ધોઈને જ ઉપયોગમાં લો

-જો બની શકે તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ ઉપવાસ જરૂર કરો.

-ચોમાસામાં તળેલા અને વધુ પડતાં મસાલા વાળા ખોરાકનો ઉપયોગ ટાળો

-બહારના ખાવા અને પાણીને ટાળો, ઘરનું ઉકાળેલું કે પછી ફિલ્ટર પાણી પીવાની ટેવ પાળો

No comments:

Post a Comment