-દૂધી અને કારેલાનો જ્યૂસ એક સાથે પીવાથી આવી શકે છે મોત
દૂધીનો જ્યૂસ આપની મોતનું કારણ પણ બની શકે છે.આ ખુલાસો થોડા સમય પહેલા એક્સપર્ટ કમીટીએ તપાસ બાદ કર્યો છે.
સીએસઆઈઆરના વૈજ્ઞાનિક અને ડિપ્ટી સેક્રેટરી સુશીલ કુમાર સક્સેનાની મોતની તપાસ બાદ આ મુદ્દે શોધ કરવા પર તેમને મજબુર કરી દીધા હતાં. તેમના મૃત્યુ દૂધીનું કડવું જ્યુસ પીવાથી થયું હોવાનું માવામાં આવે છે. જોકે હજી આ વાત સ્પષ્ટ થઈ નથી.
આઈસીએમઆરથી શાકભાજીઓ માટે અને તેમા પણ ખાસ કરીને દૂધીની તપાસ માટે એક કમીટિ બેસાડવામાં આવી હતી. તેની મીટિંગ રવિવારે નવી દિલ્હી ખાતે થઈ હતી.
એક ટેલીવિઝન પ્રોગ્રામ દરમિયાન ડાયાબિટીસ અને અન્ય બીમારીઓથી બચવા દૂધીનું જ્યૂસ અક્સીર ઈલાજ છે તેમ સલાહ આપવામાં આવી હતી.
તે બાદ વૈજ્ઞાનિક સક્સેના પણ જ્યૂસનો ઉપયોગ કરવા લાગ્યાં હતાં જોકે તેઓ દૂધીના જ્યૂસની સાથે કારેલાનું જ્યુસ પણ પીતા હતાં.
જેના થોડા સમય બાદ જ તેમની તબિયત ખરાબ થવા લાગી અને આખરે કોઈ ઈલાજ થાય તે પહેલાં જ તેમની મૃત્યુ થઈ ગઈ હતી.
કારેલા-દૂધીનો જ્યૂસ સાથે પીવાથી ભારતના કેટલાંય ભાગમાંથી મૃત્યુ થયાના સમાચાર પણ આવતા હતાં. તેથી જ આ મુદ્દે રિસર્ચ હાથ ધરવામાં આવી હતી. એક્સપર્ટ કમિટીના જણાવ્યાં પ્રમાણે, સરકાર તેમની રિપોર્ટ આગામી મહીના સુધી મોકલી આપશે.
જોકે દૂધી અને કારેલાના જ્યૂસનું અલગ અલગ સેવન શરિર માટે લાભ દાયક છે પણ તેનું એક સાથે સેવન કરવાથી શું મુશ્કેલીઓ આવે છે તે વિશેનો રિપોર્ટ ટુંક સમયાં જ સરકાર રિલીઝ કરશે.
તેથી હાલ પુરતું તો આપ જો દૂધી-કારેલાનો જ્યૂસ એક સાથે લેતા હોવ તો આ રિપોર્ટ આવે ત્યા સુધી તો અટકી જ જશો
No comments:
Post a Comment