Friday, 22 July 2011

વધતા વજનને અટકાવવાનો આ છે અકસીર ઉપાય


-ચામાં જાડાપણું દુર કરવાના કેટલાંયે તત્વો છે

-જોકે બ્લેક ટી સૌથી વધુઅસરકારક

કહેવાય છે ને કે દરેક બુરાઈમાં કંઈને કંઈ અચ્છાઈ પણ છુપાયેલી હોય છે. એવું જ કંઈક ચા સાથે પણ છે. જો આપણે આર્યુવેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના સિદ્ધાંતોને માનીએ તો ચા આપણાં સ્વાસ્થ્તય માટે ઘણી હાનિકારક છે તેમ આપણા મગજમાં ફિટ કરી દેવામાં આવ્યું છે.

ચાની આટલી ખામીઓ હોવા છતાં તેનામાં એક સૌથી મોટો ગુણ છે અને તે એ છે કે ચા વધતા વજનને કંટ્રોલમાં રાખવામાં ઘણી મદદ કરે છે. આ વાત હાલમાં જ થયેલા એક રિસર્ચમાં બહાર આવી છે.

આ રિસર્ચથી બહાર આવ્યું છે કે ચામાં એન્ટીઓક્સીડેટ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પણ હાલમાં જ થયેલાં નવાં રિસર્ચ પ્રમાણે જો ચામાં દુધ મેળવવામાં આવે તો વધતા વજનને અટકાવવાના તત્વો એટલાં કામ કરતાં નથી.

ભારતિય વૈજ્ઞાનિકો તરફથી કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે ચામાં વજન ઘટાડવાના ઘણાં બધા તત્વો હોય છે પણ દૂધમાં પ્રોટિનની માત્રા વધુ હોવાથી તે ચાના આ ગુણને દબાવી દે છે.

તેથી જો બ્લેક ટી પિવામાં આવે તો તમે શરીરની ચરબી ઘટાડી અને કોલેસ્ટ્રોલ ઓછો કરી શકો છો. અસમની ટી રિસર્ચ એસોસિએશનના રિસર્ચર્સે આ મુદ્દે સંશોધન કરીને આ વાત જણાવી છે.

No comments:

Post a Comment