Friday, 22 July 2011

પેટમાં ગેસ..થી પરેશાન છો? અપનાવી જૂઓ આ ઉપાય


આજે નાની ઉંમરમાં જ વ્યક્તિ ઘણી બીમારીઓથી ગ્રસ્ત છે. જેમ કે કબજિયાત,ગેસ,કમર દર્દ,ત્વચાના રોગ,લોહી,દાંત સંબંધી રોગ..

આવી ઘણી બીમારીઓ છે કે જેનાથી દુનિયાની લગભગ દરેક બીજી વ્યક્તિ હેરાન – પરેશાન છે.આજે લગભગ દરેક વ્યક્તિ પેટની સમસ્યાથી પીડિત છે.

વાસ્તવિકતા એ છે કે આધુનિક જીવનશૈલી પર ચાલનારા દરેક વ્યક્તિ આજે કોઇ ને કોઇ શારીરિક કે માનસિક બીમારીથી પીડાય છે.

આ સામાન્ય દેખનારી અને અત્યંત ઘાતક એવી બીમારીઓ માટે તમારી સામે પ્રસ્તુત છે કેટલાક દાદીમાના નુસખા કે જે 100 ટકા અસરકારક છે તો એ સાથે તેની કોઇ સાઇડ ઇફેક્ટ પણ રહેતી નથી.

આજે આપણે જાણીએ કે પેટ સંબંધી પ્રમુખ સમસ્યા ગેસથી રાહત પામવા માટે આપણી અનુભવી દાદી કે નાની પોતાના રસોડાના કયા અચુક ઉપાય બતાવે છે

- ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા મરચા અને મીઠાને પીસીને પાણી સાથે લેવાથી લાભ થાય છે.

- દહીં, હીંગ, સુંઠ, ગોળ વગેરે પાચનમાં અત્યંત સહાયક વસ્તુઓનું સેવન કરવાથી આ બીમારી જડથી ચાલી જાય છે.

- એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધુ લીંબુ, થોડું સંચળ, શેકેલુ જીરૂ અને થોડી હીંગ ભેળવીને લેવાથી ગેસની તકલીફમાં તાત્કાલિક રાહત મળે છે.

No comments:

Post a Comment