Friday, 22 July 2011

તેલનો આટલો ઉપયોગ નોતરે છે અગણિત બિમારીઓ?


-આ કિચન ટિપ્સ તમાને રાખશે ફિટ એન્ડ ફાઈન

આજની આ ફાસ્ટ લાઈફમાં કેવી રીતે તમારા ડાયટને મેનેજ કરવું તે તો તમારા જ હાથમાં છે. પણ અહીં વાત એ છે કે આપણાં દરરોજનાં ભોજનમાં તેલનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેને કારણે કોલસ્ટ્રોલ જેવી બીમારી થઈ શકે છે.

જેનાંથી હાર્ટ એટેક, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લિવર પર સોજો, જેવી મોટી મોટી બિમારીઓ તો થઈ શકે છે. તે સાથે જ શરિરમાં આળસનું પ્રમાણ, કામ ન કરવાની ઈચ્છાઓ તેમજ વારંવાર થાક લાગવા જેવી બિમારીઓ પણ થઈ શકે છે.

તો તેનાથી બચવા તમે આ સિમ્પલ કિચન ટિપ્સ અપનાવી શકો છો જે તમને ફિટ એન્ડ ફાઈન રાખવામાં ઘણી મદદરૂપ થશે.

*તેલનો ઉપયોગ ઓછો કરો. તમે ગમે તે તેલ વાપરો - સીંગતેલ કે સનફ્લાવર ઓઇલ દરેકમાં એક્સરખી કેલરી રહેલી છે.ચાર જણની રસોઇમાં ૨-૩ ચમચીથી વધુ તેલનો ઉપયોગ એક સમયે ન કરો.

*જો તમે નોનસ્ટિક વાસણો વાપરશો તો ઓછું તેલ વપરાશે.

*અમુક વસ્તુઓ તળેલી જ ખાતાં હો, તો તેને ટશિ્યુપેપર પર કાઢી વધારાનું તેલ નિતારી લો.

*જરૂર ન હોય ત્યાં મીઠાનો વપરાશ ટાળો. જેમ કે, ભાત, રોટલી, ભાખરી વગેરેમાં મીઠું ન નાખો. ચાટ મસાલો, જીરાળુ વગેરે ખોરાકમાં મીઠું વધારશે. તેના બદલે લીંબુ, કોથમીર, લીલાં મરચાં, જરૂર પડે કાંદા-લસણ વાપરી શકાય.

*અઠવાડિયામાં એક સાંજ મીઠા વગરનો ખોરાક લો.

*પરોઠાં, થેપલાં વગેરેમાં તેલ, ઘીના મોણને બદલે દહીં અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરો. પરોઠાં, ભાખરી વગેરે જાડા લોટમાંથી બનાવો. એથી ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધશે, કબજિયાત દૂર થશે અને વજન ઊતરશે.

*દૂધમાંથી વાનગી બનાવવા માટે મલાઇ વગરના દૂધનો ઉપયોગ કરો. ગળ્યું ખાવાની ટેવ હોય તો ફળ કે ખજૂર-અંજીરની (ખાંડ વગરની) મીઠાઇ ખાવ.

*પનીરનો ઉપયોગ કરો ત્યારે ઘરે, ઓછી મલાઇવાળા દૂધમાંથી બનાવો. બજારમાં સોયા પનીર(ટોફુ) મળે છે, તેનો ઉપયોગ કરી શકાય.

-ફિઝિકલ એક્ટિવિટી વધારો

રોજિંદી પ્રવૃત્તિ વધારો. નાના નાના ફેરફારો ફાયદો કરશે. જેમ કે, ગાર્ડનિંગ કરો, ઘરમાં ઉપર-નીચેના ધક્કા જાતે ખાવ. આવા ફેરફારોથી વજન ઊતારશે.

No comments:

Post a Comment