Friday, 22 July 2011

આ જુદી જુદી ખીચડી ખાવાથી થશે શરીરની મેદસ્વીતા દૂર!

મોટા શહેરોમાં જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને લીધે મેદસ્વિતાની સમસ્યા ખૂબ વકરી છે. નોકર-ચાકરો પર આધારિત પરાવલંબી જીવનશૈલીને લીધે લોકોના શરીર પર એક પછી એક મેદનાં થરમાં ચઢતાં જ જાય છે. ભલે લોકો ઉત્તમ ખોરાક લેતા હોય, પરંતુ તેને પચાવવા માટે શરીરમાં શ્રમજન્ય ઉષ્માનો અભાવ હોવાથી લોકો મેદસ્વિતાનો ભોગ બને છે. આ ઉપરાંત બજારુ ખોરાક, મેંદાની અને બેકરીની આઈટમો તથા ઠંડાંપીણાંનું સેવન પણ તેની પાછળ કંઈક અંશે જવાબદાર છે.

આયુર્વેદમાં મેદસ્વિતાને મહારોગ ગણ્યો છે, કારણ કે તે અનેક રોગોને જન્મ આપે છે. મેદસ્વી લોકોને શારીરિક અશકિત, થાક, આળસ, વધુ પડતી ઊધ આવે છે અને આગળ જતાં આવા લોકો એસિડિટી, કબજિયાત, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને સંધિવા જેવા રોગોનો ભોગ બને છે.

આયુર્વેદમાં શરીર પર જામેલા મેદના થર ઉતારવા માટે અનેક દવાઓ છે. વરુણાદિ કવાથ, મહારાસ્નાદિ કવાથ, મેદોહર ગૂગળ, ત્રિફળા ગૂગળ, આરોગ્યવર્ધિની રસ, ત્રિફળા ચૂર્ણ જેવી ઔષધિઓ અનુભવી વૈધની સલાહ મુજબ લેવાથી શરીર સપ્રમાણ બનાવી શકાય છે.

આ ઉપરાંત આપણા સૌના ઘરમાં જ હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરીને મેદનાશક ખીચડી પણ બનાવી શકાય છે.

રોજ ભોજનમાં તેને સામેલ કરવાથી પણ શરીર પરનો મેદ ઓછો થાય છે. ખીચડીની રેસિપી આ પ્રમાણે છે. ઘઉ, ચોખા, ચણાની દાળ, આખા મગ અને બાજરી આ પાંચ ચીજવસ્તુ ૫૦૦-૫૦૦ ગ્રામ લઈ તે દરેકને અલગ અલગ શેકી લો. પછી તેમને સાથે ભેળવી જાડા (ફાડા લાપસી જેવા) ટુકડા થાય તેવું દળી લો. પછી તેમાંથી ૧૦૦-૨૦૦ ગ્રામ લઈ કૂકરમાં નાખી તેમાં જરૂર પૂરતું પાણી, હળદર, મીઠું, ધાણાજીરું, ચપટી અજમો, સહેજ મરીનો ભૂકો અને આદું-મરચાની ચટણી નાખી તૈયાર કરો. બે મહિના સુધી સવાર-સાંજ આ ખીચડી ખાવાથી શરીર પરના મેદનાં થર ચોક્કસ ઓછાં થશે.

આ સિવાય રોજ ઘરકામ જાતે કરો અથવા રોજ ત્રણથી ચાર કિલોમીટર ચાલવાનું રાખો. જિમમાં જાવ, સાઇકિલંગ કરો, સ્વિમિંગ કરો, જોગિંગ કરો અને રોજ પંદરથી વીસ મિનિટ કપાલભાતિ અને પ્રાણાયામ કરો. મેદસ્વી શરીર પર ગરમ કરેલ સરસિયાના તેલનું કે તલના તેલનું માલિશ પણ ખૂબ સારો લાભ કરે છે. આ સાથે ચરબી વધારે તેવો ખોરાક જેમ કે ઘી, વધુ ફેટવાળું દૂધ, માખણ, મેંદાની વસ્તુઓ, મીઠાઈ ચોકલેટ્સ, કોલ્ડ્રિંક્સ બંધ કરી દો

No comments:

Post a Comment