Friday, 22 July 2011

કામણગારી કાયા જોઈએ તો ખાઓ લીલી ડુંગળી


લોકો લીલી ડુંગળીનો ઉપયોગ રેસિપીનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. જો કે યૂનિવર્સિટી ઓફ સાઉથર્ન ક્વિંસલેન્ડના સંશોધકોનું કહેવું છે કે લીલી ડુંગળી મેદસ્વીતાને માત આપે છે.

તેમનું કહેવું છે કે જો તમે દરરોજના આહારમાં લીલી ડુંદળી અને જતૂનની પત્તિઓનો અર્ક મેળવો તો મેદસ્વીતા ઓછી થઈ શકે છે. આટલું જ નહીં પણ તેની સાથે સાથે હૃદયની બીમારીઓ અને ડાયાબિટીઝ અને લિવરની ચરબી પણ ઓછી થઈ જાય છે.

સંશોધકોનું કહેવું છે કે ડુંગળી અને જતૂનની પત્તીઓનાં અર્કમાં ફ્લેવોનોરૂડ હોય છે. આ કોશિકાઓ પર જામતી ચરબીને રોકે છે. માટે જો મેદસ્વીતાથી બચવા માંગતા હોવ તો દરરોજના આહારમાં સૂકી નહીં પણ લીલી ડુંગળીનો સમાવેશ કરો.

No comments:

Post a Comment