Friday, 22 July 2011

ઠંડક આપતું લીંબુ પાણી પીતા પહેલા

ક્ષેત્રમાં દુનિયાએ ઘણી પ્રગતિ કરી લીધી છે. જો કે આજે પણ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પ્રાકૃતિક ચિકિત્સા, આયુર્વેદ અને યોગને સર્વાધિક ભરોસામંદ અને અચૂક માનવામાં આવે છે. એલોપેથિક દવાઓ રોગના લક્ષણોને દબાવીને નષ્ટ કરે છે જ્યારે પ્રાકૃતિક ચિકિત્સા, આયુર્વેદ અને યોગ લક્ષ્ય બીમારીને દબાવવાને બદલે શરીરને અંદરથી મજબૂત બનાવીને દરેક બીમારીને જડમૂળથી મિટાવે છે.

ભૂખ ન લાગવી, કબજિયાત રહેવી, પાચન સમસ્યા, ખાટા ઓડકારો, બેચેની, એસિડીટી અને પેટમાં જલન વગેરે જેવી ઘણી સમસ્યાઓના હલ સમાન છે લીંબુ.

આયુર્વેદમાં લીંબુનો ઉપયોગ શરીર માટે ફાયદાકારક અને ગુણકારી માનવામાં આવે છે. અહીં વાંચો લીંબુના આવા જ અમુક ગુણ વિશે. જો કે તેના ઉપયોગ પહેલા અમુક સાવધાનીઓ રાખવી જોઈએ.

- લીંબુને તાસીરે ઠંડુ માનવામાં આવે છે એટલા માટે શાંત પ્રકૃતિના લોકોએ તેનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ.

- જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી લીંબુનો પ્રયોગ દિવસ દરમિયાન જ કરવો જોઈએ. સાંજે અથવા રાત્રે શરદી-ઉધરસ થવાની શક્યતા રહે છે.

- વ્યક્તિ જો અન્ય બીમારીથી ગ્રસ્ત હોય તો તેણે જાણકારા આયુર્વેદિક ચિકિત્સક સાથે સલાહ પછી જ લીંબૂનો પ્રયોગ કરો જોઈએ.

No comments:

Post a Comment