Friday, 22 July 2011

હૃદય માટે લાભદાયી છે બકરીનું દૂધ

પોષક તત્વોથી ભરપૂર બકરીનું દૂધ માત્ર સ્વાસ્થ્ય માટે જ સારુ નથી હોતું પણ તે તમને હૃદયની બીમારીઓથી પણ દૂર રાખે છે. મહાત્મા ગાંધી પણ બકરીનું દૂધ જ પીતા હતાં.

સ્પેનની ગ્રેનાડા યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે બકરીનાં દૂધમાં રહેલ ચરબી કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડી દે છે અને તેનાથી હૃદયના રોગો દૂર રહે છે.

નિયમિત રીતે બકરીનું દૂધ પીવાથી એનિમિયા અર્થાત લોહીની કમીથી પીડાતા દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ દૂધ હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે.

પ્રોફેસર માર્ગેરિટા સૈનચેજ કેમ્પોઝના નેતૃત્વમાં સંશોધકોએ જાણ્યું કે બકરીનાં દૂધમાં બહુ જ પોષક તત્વો હોય છે. તેમનામાં 'કૈસીન' પ્રોટીન પણ સામેલ હોય છે. આ પ્રોટીન બકરીના દૂધને માનવ દૂધ સમાન બનાવે છે. આ સિવાય તેમાં માનવ દૂધની જેમ જ ઓલિગોગ્લિસરાઈડ્સ પણ હોય છે.

જાણવા મળ્યુ કે બકરીના દૂધમાં ગાયના દૂધની સરખામણીમાં લેક્ટોઝનું પ્રમાણ પણ ઓછું હોય છે. લેક્ટોઝ ન પચાવી શકતા લોકો પણ બકરીનું દૂધ પી શકે છે.

No comments:

Post a Comment