વાલીઓ, આની નોંધ લેજો નવા અભ્યાસે સૂચવ્યું છે કે ખાસ કરીને સાંજે ૭ વાગ્યા પછી નાના બાળકોને હિંસક કાર્યક્રમો જોવા દેવાથી તેઓની ઊંઘ બગડી શકે છે.અમેરિકાની સીએટલ ચિલ્ડ્રન્સ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જણાયું હતું કે હિંસા દર્શાવતા ટીવી કાર્યક્રમો દિવસ દરમિયાન જોવાથી ત્રણથી પાંચ વર્ષનાં બાળકોમાં ઊંઘની સમસ્યાઓ વધી હતી. કાર્યક્રમો હિંસક હોય કે ન હોય, સાંજે ૭ વાગ્યા પછી ટીવી જોવાથી પણ ઊંઘની સમસ્યાઓમાં વધારો જોવા મળ્યો હતો.આ બાબત ચિંતાજનક છે, કારણ કે જીવનના પ્રારંભની ઊંઘની સમસ્યાઓ બાદમાં મેદિસ્વતા અને સ્કૂલમાં નિષ્ફળતા જેવી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે તેવું સંશોધકોએ જણાવ્યું હતું.
અભ્યાસના સંશોધક મિશેલ ગેરિસને જણાવ્યું હતું કે બાળકોએ જોયેલી મોટાભાગની હિંસક સામગ્રી વાસ્તવમાં બાળકોના કાર્યક્રમો હતા. ગેરિસને કહ્યું હતું, ‘આ કાર્યક્રમો વાસ્તવમાં ૩થી ૫ વર્ષનાં બાળકો કરતાં ૭થી ૧૨ વર્ષનાં બાળકો માટે વધુ યોગ્ય હતાં.
‘પીડિયાટ્રિકસ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ માટે સંશોધકોએ ૩થી ૫ વર્ષનાં લગભગ ૬૦૦ બાળકોના વાલીઓનો સર્વે કર્યો હતો. વાલીઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓનાં બાળકોએ કેટલી વખત ઊંઘવામાં મુશ્કેલી, દુ:સ્વપ્નો, જાગવામાં મુશ્કેલી અથવા આખો દિવસ થાકની લાગણી સહિતની ઊંઘની સમસ્યાઓ અનુભવી હતી.
તેઓએ એક સપ્તાહ માટે તેઓનાં બાળકોની ટીવી જોવાની આદતોની ડાયરી પણ રાખી હતી. સર્વેમાં જણાયું હતું કે બાળકોએ સાંજે વધુ ટીવી જોયું હતું અને તેઓ દિવસ દરમિયાન વધુ હિંસક સામગ્રી નહિાળે તો તેઓ ઊંઘની સમસ્યા અનુભવે તેવી શક્યતા વધારે હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે હિંસક કાર્યક્રમો એનિમેટેડ કે લાઈવ-એકશન હોય અથવા બાળકો તેઓના વાલીઓ સાથે શો જોતા હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.
તારણો વાલીઓના અહેવાલો પર આધારિત હોવાથી બાળકો ખરેખર કેટલો સમય ટીવી અને કેટલા હિંસક કાર્યક્રમો નિહાળે છે તે અંગેનો વાલીઓનો અંદાજ ઓછો હોવાની શક્યતા છે.

No comments:
Post a Comment