શું તમે ફિટ રહેવા માગો છો? તો ઊંધું જોગિંગ કરો. આ વાત ભલે વિચિત્ર લાગે, પરંતુ નિષ્ણાતોનો દાવો છે કે ઊંધી દોડ સાંધાઓનું રક્ષણ કરે છે અને વધુ કેલરી બાળે છે.નિષ્ણાતો અનુસાર પાછળ દોડવાથી સાંધાઓ પરની અસર ઘટે છે અને ઘૂંટણ તથા પીઠની સમસ્યાઓ સામે લડવામાં મદદ મળે છે. એકંદરે તે હલનચલનની વધુ કાર્યક્ષમ રીત છે.
યુનિવર્સિટી ઓફ ઓરેગોનના અભ્યાસે સૂચવ્યું છે કે રિવર્સ દોડનારાઓએ આગળ દોડવાથી મળે તેટલા શારીરિક અને ફિટનેસ લાભો મેળવવા માટે આગળ દોડનારાઓની ગતિથી માત્ર ૮૦ ટકા જેટલી ગતિથી દોડવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકાની સ્ટેલનબોશ યુનિવર્સિટીના અન્ય એક અભ્યાસે દર્શાવ્યું છે કે આ ટેક્નિક કાર્ડિયોવસ્કયુલર ફિટનેસ સુધારી શકે છે.
અભ્યાસ માટે સંશોધકોએ મહિલા વિદ્યાર્થીઓ પર છ સપ્તાહ સુધી સપ્તાહમાં ત્રણ વખત ઊંધી દોડના કાર્યક્રમની અસરોનું નિરીક્ષણ કર્યું હતું અને તેની સરખામણી રેગ્યુલર પ્રવૃત્તિઓના કાર્યક્રમને વળગી રહેનાર જુથ સાથે કરી હતી. અભ્યાસના અંતે જણાયું હતું કે રિવર્સ દોડવીરોના ઓક્સિજન વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આનો અર્થ એ થતો હતો કે તેઓ વધુ ફિટ બન્યા હતા અને તેઓએ સરેરાશ ૨.૫ ટકા બોડી ફેટ ગુમાવી હતી. યુકેમાં ઊંધી દોડના આયોજક જેમ્સ બોમ્બેરનું કહેવું છે કે એથ્લેટિકસ ટ્રેકનો એક રાઉન્ડ ઊંધી દોડથી મારવાથી છ રાઉન્ડ સીધી દોડને સમકક્ષ ફિટનેસ મળે છે અને રિવર્સમાં ૧૦૦ પગલાં આગળનાં ૧૦૦૦ પગલાં જેટલાં જ લાભો આપે છે.

No comments:
Post a Comment