ડિપ્રેશન, અલઝાઈમર અને તાણ જેવી બીમારીઓનો રામબાણ ઈલાજ છે દ્રાક્ષના બીજએક જૂની કહેવત છે ને 'આમ કે આમ ગુઠલિયો કે દામ' કેરીની ગોટલીઓનો ઉપયોગ ઘણીવખત દવા તરીકે કરવામાં આવે છે. હવે કેરીની જેમ જ દ્રાક્ષના બીજનો ઉપયોગ પણ બીમારી સામે રક્ષણ આપે છે.
દ્રાક્ષના બીજમાં ઘાતક રોગ અલ્ઝાઈમરને કાબુમાં કરવાની ગજબની ક્ષમતા છે એટલું જ નહીં તે અન્ય માનસિક રોગ સામે પણ રક્ષણ આપે છે. અલ્ઝાઈમરની બીમારીથી વ્યક્તિનું માનસિક સંતુલન ખોરવાય છે.
આ સિવાય ડિપ્રેશન તેમજ તાણ જેવી બીમારીનો પણ અક્સિર ઈલાજ છે દ્રાક્ષના બીજ. મેજીસિન મિન્નીસોટા યુનિવર્સિટીના રિસર્ચર્સના જણાવ્યાં પ્રમાણે દ્રાક્ષના બીજમાં એક એવું પ્રાકૃતિક એન્ટીઓક્સીડન્ટ છે. જે મસ્તિષ્કમાં એક એવો પદાર્થ બનતા રોકે છે જે તંત્રિકાઓને પ્રભાવિત કરી શકે છે.
આ લક્ષણ માનસિક બીમારીને લગતા રોગ અટકાવે છે. એટલું જ નહીં તેનાથી યાદશક્તિ પણ વધે છે.
વૈજ્ઞાનિકોની આ નવી શોધ મગજને લગતી સમસ્યાઓ દુર કરવામાં મદદરૂપ થશે.
No comments:
Post a Comment