Friday, 22 July 2011

'મરી' ચપટીમાં કરશે માઈગ્રેનની બીમારી ગાયબ!


આમ તો માથુ દુખવું, ઝીણો તાવ અને માઈગ્રેન જેવી બીમારીમાં મરી અક્સિર ઈલાજ છે. મરીનો આ રીતે ઉપયોગ કરવાથી આપની બીમારી તો દુર થાય જ છે સાથે સાથે આપને તુંરત અને લાંબા સમય માટે રાહત પણ મળે છે.

જો મરીનો આ ઉપયોગ જાણી લેશો તો માદગીથી રહેશો દુર

- માથું દુખતું હોય ત્યારે મરીને કરંજ તેલમાં વાટી તેનો લેપ કરવાથી રાહત થાય છે.

- આધાશીશીમાં મરી અને ચોખાને ભાંગરાના રસમાં વાટી તેનો લેપ કરવાથી આરામ થાય છે.

- શરીરમાં ઝીણો તાવ રહેતો હોય તેમણે મરી અને સાકર લઇ તેનો પાણીમાં ઉકાળો બનાવી પીવું.

- ચામાં મરીનો સહેજ ભૂકો નાંખી પિવાથી પણ મગજના દુખાવાને શાંતી મળે છે- મરીનો ઉપયોગ વિર્યની શુદ્ધી અને વૃદ્ધી પણ કરે છે

- શરીરનો થાક દુર કરવાં અરડુસી અને તુલસીના પત્તાને ઉકાળી તેમાં મરી પાવડર ઉમેરી પીઓ

No comments:

Post a Comment