Friday, 22 July 2011

ધગધગતા તાવને મટાડશે આ એક સરળ ઉપાય!

ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ એવામાં તાવ સાથે સંક્ળાયેલી બીમારીઓ વધે તેમાં કોઈ નવાઈ નથી. પણ તેને કાબુમાં રાખવું અને સામાન્ય નુસખાઓથી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપણા જ હાથમાં છે.

તાવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સામાન્ય સમસ્યા છે, દરેક કોઇ ને કોઇ કારણથી તાવની ફરિયાદ થઇ જાય છે.ક્યારેક વાયરલ ફીવરના રૂપે તો ક્યારેક મેલેરિયાના રૂપે અલગ –અલગ નામોથી દરેકને પોતાની ઝપેટમાં લઇ લે છે.

આ રહ્યાં આ ચોમાસામાં તાવથી દુર રહેવાના અકસીર અને અચુક ઉપાય

-ખાવામાં વાપરવામાં આવતાં સાદા મીઠાને લઇને તેને તવા પર ધીમી આંચ પર શેકી લો. જ્યારે તેનો કલર કોફી જેવો કાળો બ્રાઉનીશ થાય ત્યારે તેને ઉતારી ઠંડુ કરી લો.ઠંડુ થવા પર એક શીશીમાં ભરીને રાખો. જ્યારે તમે અનુભવો કે તાવ આવવાનો છે તો તે પહેલા મીઠાને એક નાની ચમચી ભરી લઇ લો.

-જો તમારો તાવ ઉતરી જાય તો એક ચમચી મીઠાને ફરીથી લો. આમ કરવાથી તાવ કદી પાછો નહી આવે.

ધ્યાન રાખો

- હાઇબલ્ડપ્રેશરના રોગીઓને આ પ્રયોગ ના કરવો જોઇએ.

- આ એક જુનો અને ઘરેલુ નુસખો છે, પણ તેની સાથે સાથે એક વખત ડોક્ટરનો સંપર્ક અચુક સાધી લો.

- આ પ્રયોગ એકદમ ખાલી પેટે કરવો જોઇએ. તેના પછી કંઇ જ ખાવું ના જોઇએ અને ધ્યાન રાખો કે આ દરમિયાન રોગીને ઠંડી ના લાગવી જોઇએ.

- જો દર્દીને તરસ લાગે તો તે પાણીને ગરમ કરી તેને ઠંડુ કરી લે.

- આ નુસખાને અજમાવ્યાના લગભગ 48 કલાક સુધી દર્દીને કંઇ જ ખાવા ના દો. તેના પછી તેને દુધ, ચા કે ફાડા ખીચડી બનાવીને ખવડાવો.

No comments:

Post a Comment